જૂનાગઢ
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર મંડળ થઈને ચાલતી ભાવનગર-બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09208/09207)ની ફ્રિકવેન્સી ઓગષ્ટ-2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર માહિતી નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન જે દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી ઉપડે છે, જેનો સમયગાળો 25.07.2024નો નિર્ધારિત હતો, તેને વધારીને 29.08.2024 કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 29 ઓગસ્ટ 2024 સુધી ચાલશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે દોડે છે, જેનો સમયગાળો 26.07.2024નો હતો, તેને વધારીને 30.08.2024 કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 30 ઓગસ્ટ 2024 સુધી ચાલશે.
ટ્રેન નંબર 09208 અને 09207 માટે ટિકિટ બુકિંગ 29.07.2024 (સોમવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)