ભાવનગર-બોટાદ ડીસ્ટ્રીકટ કેમિસ્ટ એસોસિયેશન ના પ્રૂમખ તરીકે નો પદભાર સંભાળતા દક્ષેશ માણીયા

ભાવનગર

સમગ્ર દેશમાં ચૂંટણી માહોલ ચાલી રહ્યો છે ત્યારે , ભાવનગર-બોટાદ ડીસ્ટ્રીકટ કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ તરીકે ની વરણી બોટાદના દક્ષેશભાઈ માણીયાની કરવામાં આવી હતી . પ્રમુખ પદ સંભળાતાની સાથે ભાવનગર અને બોટાદના કેમિસ્ટોમાં હર્ષની લાગણી છવાઇ હતી .`

૧૫ વર્ષ બાદ ડીસ્ટ્રીકટ પ્રમુખ નો હોદ્દો ભાવનગર બહાર જતા બોટાદ ના કેમિસ્ટો માં આનંદ

ભાવનગર-બોટાદ ડીસ્ટ્રીકટ કેમિસ્ટ એસોસિયેશનની ચૂંટણી જાહેર થતાં ઉમેદવારો દ્વારા દસ ફોર્મ ચૂંટણી લાડવા માટે લેવાયા હતા અને ચૂંટણી પ્રક્રીયા થાય તેવી પ્રબળ સંભાવના હતી પરંતુ ચૂંટણી મુખ્ય અધિકારી બટુકભાઈ દ્વારા દરેક ઉમેદવારો ને સમજવામાં આવ્યા હતા અને સંસ્થાને આર્થિક બોજો ન વધે અને સંસ્થાના હિત માં નિર્ણય લેવાય તે માટે વિચાર વિમર્શ કર્યો હતો જેના અંતે સમરસ થતાં દક્ષેશભાઈ માણીયાને બિનહરીફ ભાવનગર-બોટાદ ડીસ્ટ્રીકટ કેમિસ્ટ એસોસિયેશન ના ડીસ્ટ્રીકટ પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા .

છેલ્લા બે ટર્મ થી બોટાદ કેમિસ્ટ એસોસિયેશન ના પ્રૂમખ નો પદભાર સંભાળે છે
ગુજરાત ફેડરેશન માં જોઇન્ટ સેક્રેટરી નો હોદ્દો હાલ વહન કરે છે

દક્ષેશભાઈ માંણીયાને બોટાદમાં પટેલ ડ્રગ હાઉસ પેઢી છે તેમજ તેઓ જીનીયસ ઈન્ટરનેશનલ સ્કૂલ ના મેનેજિંગ ડાયરેક્ટર પણ છે તેમજ છેલ્લી ત્રણ ટર્મ થી બોટાદ કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખના પદ પર છે . તેમના કાર્યકાળ દરમિયાન બોટાદ માં કેમિસ્ટ અને તેમના પરિવાર માટેના અનેકો કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં બ્લડ ડોનેશન કેમ્પ , ક્રિકેટ ટુર્નામેન્ટ , નવરાત્રી ગરબા આયોજન મુખ્ય છે .
દક્ષેશભાઈએ પોતાની સ્કૂલ જીનીયસ ઈન્ટરનેશનલમાં બાળકો માટે ભણતર અને ખાસ દીકરીઓ માટે ભણતર કેટલું જરૂરી છે તે માટેના સુપ્રસિદ્ધ જય વસાવડા અને નેહલ ગઢવી જેવા મોટીવેશનલ સ્પીકર બોલાવી સેમિનાર કરેલ છે .
પ્રમુખ તરીકે વરણી થતાં નવનિયુક્ત પ્રમુખે ડીસ્ટ્રીકટના મંત્રી તરીકે દિનેશભાઈ ગઢીયા અને ખજાનચી તરીકે પલકભાઈ ભાવસાર ની નિયુક્તિ કરી હતી .
આગામી દિવસોમાં પ્રમુખ નો પદભાર સાંભળ્યા બાદ દક્ષેશભાઈ અને તેમની ટીમ કેમિસ્ટ માટે અને સંસ્થા માટે શું કરે છે તે જોવાનું રહ્યું .

આ પ્રસંગે કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ ભીષ્મ વોરા , મંત્રી ભાવેશભાઈ વોરા , ખજાનચી પ્રવીણભાઈ ષેટા તેમજ ભાવનગર અને બોટાદ શહેરના કારોબારી સભ્યો સહિત અન્ય કેમિસ્ટ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા .

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)