👉 ભાવનગર: ભાવનગર પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ દારૂના ગેરકાયદે વેચાણને રોકવા માટે કડક પગલાં શરૂ કર્યા છે.
➡️ 📅 ઘટના વિગત:
🗓️ તારીખ: 17/03/2025
📍 સ્થળ: મહુવા, નવાઝાપા, વાસણ ઘાટની પાસે, ભાવનગર
👉 એલ.સી.બી. (LCB) ના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે રેઇડ કરી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો.
➡️ 🔎 પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ:
✅ દારૂની બોટલો:
- બ્રાન્ડ: બ્લેક ફાલ્કન વ્હિસ્કી (ફોર સેલ ઇન ગોવા ઓન્લી)
- બોટલ નંગ: 117
- બોટલનું માપ: 750 ML
- કુલ કિંમત: રૂ. 42,120/-
➡️ 👤 પકડાયેલ આરોપી:
- ભુપતભાઈ વિઠલભાઈ વાળા
- ઉંમર: 35 વર્ષ
- ધંધો: ખેતી
- રહે.: નવાઝાપા, વાસણ ઘાટની સામે, આંબા વાડી, મહુવા, જી.ભાવનગર
➡️ 🚨 પકડવાના બાકી આરોપી:
2. વિજય ઉર્ફે ગટી મનુભાઈ વાસીયા
- રહે.: નવાઝાપા, મહુવા
➡️ 🚔 કાયદેસર કાર્યવાહી:
👉 આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ ની જુદી જુદી કલમો હેઠળ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન માં ગુન્હો દાખલ કરાયો.
👉 આરોપીને કાયદેસર કાર્યવાહી માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપાયો.
👉 દારૂના ગેરકાયદે વેચાણ અને સમગલિંગ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.
➡️ 🚀 LCBની ઝડપી અને અસરકારક કાર્યવાહીથી દારૂના ગેરકાયદે વેચાણ પર મોટો પ્રહાર
અહેવાલ : સતાર મેતર ભાવનગર