ભાવનગર
ભાવનગર રેલ્વે મંડલ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.
ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, 15 જૂન, 2024 (શનિવાર)ના રોજ સવારે લગભગ 7.30 વાગ્યે રાજુલા-મહુવા સેક્શન વચ્ચે, ફોરેસ્ટ ગાર્ડ દ્વારા બાંદ્રા-મહુઆ સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેન (22989)ને લાલ હાથનું સિગ્નલ બતાવવામાં આવ્યું હતું. જ્યારે લાલ સિગ્નલ દેખાયો, ત્યારે લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી. તે સમયે એક સિંહ રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો. સિંહે પાટા ઓળંગ્યા પછી, ફોરેસ્ટ ગાર્ડ દ્વારા ટ્રેક ક્લિયરની જાણ કરવામાં આવી, તે પછી લોકો પાઇલટ દ્વારા ટ્રેનને ઘટનાસ્થળથી ગંતવ્ય સ્ટેશન (મહુવા) તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ અંગે ટ્રેન મેનેજર અને ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી.
માહિતી મળતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાયલટ અને ફોરેસ્ટ ગાર્ડના આ પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
અહેવાલ :- બ્યુરો રિપોર્ટ (ગુજરાત)