ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ થી રૂ. 2.66 કરોડથી વધુની રકમ દંડ તરીકે વસૂલવામાં આવી.

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર તમામ વૈધ મુસાફરોને આરામદાયક મુસાફરી અને બહેતર સેવાઓ સુનિશ્ચિત કરવા મેલ/એક્સપ્રેસ, હોલિડે સ્પેશિયલ અને લોકલ ટ્રેનોમાં ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરોને રોકવા માટે સઘન ટિકિટ ચેકિંગ અભિયાન સતત ચલાવવામાં આવી રહી છે. ભાવનગર રેલ્વે મંડળના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના દિશા નિર્દેશને અનુસરીને, સીનીયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદ અને કોમર્સ વિભાગના અન્ય અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત અનુભવી ટીકીટ ચેકીંગ ટીમ દ્વારા એપ્રિલથી નવેમ્બર, 2024 સુધી ઘણી ટીકીટ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેનાથી રૂ. 2.66 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.

નવેમ્બર, 2024 દરમિયાન, ટીકીટ વગરના, અનબુક કરેલા સામાન અને ઉચ્ચ વર્ગમાં અનધિકૃત/અનિયમિત મુસાફરીના 5836 કેસો મળી આવ્યા હતા અને રૂ. 35.71 લાખની રકમ વસૂલવામાં આવી હતી. ડિવિઝનની ટ્રેનોમાં અનધિકૃત મુસાફરોને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. આ ડ્રાઈવોના પરિણામે, એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન અંદાજે 40,861 અનધિકૃત યાત્રિયોને દંડ ફટકારવામાં આવ્યો છે અને દંડ સહિત 2,66,40,430 રૂપિયા વસૂલવામાં આવ્યા છે.ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે રેલ યાત્રિયોને હંમેશા યોગ્ય અને વૈધ ટિકિટ સાથે મુસાફરી કરવા અપીલ કરી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)