ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે છેલ્લા એક સપ્તાહમાં 8 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા.

ભાવનગર

ભાવનગર રેલ્વે મંડલ સિંહો/વન્યજીવોના સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડલના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારીત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાઇલોટની સતર્કતાના કારણે છેલ્લા એક સપ્તાહમાં 8 સિંહોના જીવ બચાવવામાં આવ્યા છે અને એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 42 સિંહોને બચાવવામાં આવ્યા છે.

ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે 16 ઓગસ્ટ, 2024 (શુક્રવાર) ના રોજ, લોકો પાયલોટ શ્રી સંજય રામ કિ.મી. નંબર 71/4-71/5, ગાધકડા-સાવરકુંડલા સેક્શનમાં ગુડ્સ ટ્રેન PPSP-MSIV પર કામ કરતી વખતે, તેણે 01 સિંહને ટ્રેક ક્રોસ કરતા જોયો અને ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી. ત્યાર પછી વન વિભાગના અધિકારીઓ શ્રી જયદીપભાઈ અને શ્રી અન્સાર સાયરા સ્થળ પર પહોંચ્યા અને ટ્રેક સાફ હોવાની માહિતી આપ્યા બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવ્યું હતું.

15 ઓગસ્ટ, 2024 (ગુરુવાર) ના રોજ, લોકો પાયલોટ શ્રી વનાલિયા સુધીર, લીલીયા મોટા-દામનગર સેક્શનમાં ગુડ્સ ટ્રેન નંબર PPSP/SBT પર કામ કરતી વખતે, જ્યારે ફોરેસ્ટ ટ્રેકરે લાલ બત્તી બતાવી, ત્યારે તેમણે કિમી સંખ્યા 28/04-28/03 ની વચ્ચે, તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવવામાં આવ્યું હતું. થોડી જ વારમાં લગભગ 100 મીટરના અંતરે 03 સિંહો ટ્રેક ઓળંગતા જોવા મળ્યા, ત્યારબાદ ફોરેસ્ટ ટ્રેકર શ્રી પઠાણ અકીલ તરફથી ટ્રેક ક્લિયરનું સિગ્નલ મળતાં ટ્રેનને સાવચેતીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી.

14 ઓગસ્ટ, 2024 (બુધવાર) ના રોજ, લોકો પાયલોટ શ્રી જીતેન્દ્ર પાંચાલ, પાયથોન ગુડ્સ ટ્રેન (PPSP-CMLK DS) પર કામ કરતી વખતે, રાજુલા-વિજાપડી સેક્શનમાં કિ.મી. 91/0 પર સિંહના 02 બાળકોને રેલ્વે ટ્રેક પર બેઠેલા જોયા, તેમણે તરત જ ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને 100 મીટર અગાઉથી રોકી દીધી. જ્યારે ટ્રેન ઉભી થઈ, ત્યારે સિંહના બાળકો ત્યાંથી ખસી ગયા અને બાજુમાં ગયા. તે પછી, લોકો પાયલટે ટ્રેન ગાર્ડ સાથે વાત કરી અને બંને તરફ નજર રાખીને ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ ગઈ.

માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના આ પ્રશંસનીય કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)