ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ રોકડ રૂ.૨૨,૧૦૦/-ના મુદ્દામાલ સાથે ૬ જુગારીને ઝડપી પાડ્યા

ભાવનગર

ભાવનગર, એલ.સી.બી. સ્ટાફના માણસો પાલીતાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. બાબાભાઇ હરકટ તથા પો.કોન્સ. એજાજખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે, ’’રાજપરા (ઠાડચ) ગામે પીપળાવાળુ વાડી તરીકે ઓળખાતી સુજાનસિંહ નટુભા ગોહિલની વાડીની સામે વાડીના રસ્તા ઉપર લાઇટના અજવાળે જાહેરમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વતી હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમે છે.’’ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માાણસો ગંજીપત્તાના પાના-પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

તીન પતિ નો જુગાર રમતા 6 ને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

1. સુજાનસિંહ નટુભા ગોહિલ ,2 રાઘવભાઇ પોપટભાઇ ઢાપા, 3 રાજારામ પરશુરામ ગોંડલીયા,4.જીવનભાઇ જેરામભાઇ સરવૈયા, 5 ભગીરથસિંહ વનરાજસિંહ ગોહિલ, 6 જેમાભાઇ ખાટાભાઇ રાઠોડને પકડી પાડીને ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૨૨,૧૦૦/- મળી કુલ કિં.રૂ.૨૨,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જે તમામ કામગીરી પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ, બાબાભાઇ હરકટ, કેવલભાઇ સાંગા, વિશ્વજીતસિંહ ઝાલા, એજાઝખાન પઠાણ દ્રારા કરવામાં આવી હતી

કરનાર પોલીસ સ્ટાફઃ-

અહેવાલ – JK ન્યૂઝ બ્યુરો (ગુજરાત)