
ભાવનગર (તા.૧૧ મે):
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા દાત્રેટીયા ગામે થયેલી રેડમાં તીન પત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ સહિત કુલ રૂ. ૧૨,૨૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ કાર્યમાં પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ખતમ કરવા માટે સતત ચુસ્ત કામગીરીમાં છે.
તા. ૧૧ મેએ એલ.સી.બી. ટીમ વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે દાત્રેટીયા ગામે સંજયભાઈ જાદવની પાનની દુકાન પાછળ ખુલ્લા વાડામાં કેટલાક ઇસમો તીન પત્તીનો જુગાર રમે છે. ટીમે તાત્કાલિક સ્થળ પર રેડ કરી, ચાર શખ્સોને જુગાર રમતી હાલતમાં ઝડપી લીધા હતા.
પકડી પડાયેલા આરોપીઓ:
- મુકેશભાઈ ભુપતભાઈ ટોકરાળિયા (ઉ.વ. ૩૩) – રહે. દાત્રેટીયા, વલ્લભીપુર
- ઢોલાભાઈ લાલજીભાઈ મેર (ઉ.વ. ૫૯) – રહે. કાપડીયાળી, બરવાળા
- નવીનભાઈ ગોવિંદભાઈ ઝીંઝરીયા (ઉ.વ. ૫૫) – રહે. ઢાઢોદર, બરવાળા
- મનસુખભાઈ ખોડાભાઈ મેર (ઉ.વ. ૫૮) – રહે. કાપડીયાળી, બરવાળા
મૂદ્દામાલ:
- ગંજીપત્તાના ૫૨ પત્તા
- રોકડ રૂ. ૧૨,૨૧૦/-
કુલ રૂ. ૧૨,૨૧૦/- નો મુદ્દામાલ જપ્ત.
આ ચારેય સામે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવનાર સ્ટાફ:
પો.ઇન્. એ.આર.વાળા તથા સ્ટાફના બીજલભાઈ કરમટિયા, જયદાનભાઈ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદસિંહ દિલુભા અને શૈલેષભાઈ ચાવડા.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર