ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહુવા ટાઉનના ધમકીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી લીધો.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ, લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન ચોક્કસ બાતમી મળી કે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ગુન્હામાં પકડવાના બાકી આરોપી હાલ વડલી ગામે પુલ નીચે ઉભો છે.

ક્રાઇમ બ્રાન્ચે તરત જ રેડ કરીને આરોપી રાકેશભાઇ સંજયભાઇ ભુવા (ઉંમર ૨૭, રહે. રાજ પાર્ક વિસ્તાર, જામનગર)ને ઝડપી પાડ્યો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિરૂદ્ધ મહુવા ટાઉન પો.સ્ટે.માં દાખલ ગુન્હામાં પકડવાના બાકી હોવાનો ખુલાસો થયો.

પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી કરીને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે. હવે તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરાશે.


ગુન્હાની વિગત

  • ગુ.ર.નં.: ૦૮૧૩/૨૦૨૪

  • પો.સ્ટે.: મહુવા ટાઉન

  • કાયદો: ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩, કલમ ૩૫૧(૪)


પકડાયેલ આરોપી

  • રાકેશભાઇ સંજયભાઇ ભુવા (ઉંમર ૨૭, રહે. રાજ પાર્ક વિસ્તાર, જામનગર)


કામગીરી કરનાર પોલીસ સ્ટાફ

પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ:

  • ભરતસિંહ ડોડિયા

  • અરવિંદભાઇ બારૈયા

  • તરૂણભાઇ નાંદવા

  • પ્રવિણભાઇ ગળચર

  • ગંભીરભાઇ પરમાર


📌 અહેવાલ: સતાર મેતર, ભાવનગર