ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ પકડી પાડ્યો

ભાવનગર

તા.૧૮/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.હેડ કોન્સ. ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો. તરૂણભાઇ પંડયાને બાતમી મળેલ કે, આતુભાઇ કાળુભાઇ ભંમર રહે.ખારડી ગામ, વાડી વિસ્તાર, તા.તળાજા વાળા તેની વાડીએ આવેલ રહેણાકી મકાને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબની બ્રાન્ડના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક નાની-મોટી બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જેમાં આતુભાઇ કાળુભાઇ ભમ્મરને પકડી પાડીને કુલ રૂ.૩,૦૦,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જે કામગીરી પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા, પો.સબ ઇન્સ. શ્રી એસ.વાય.ઝાલા, ભદ્દેશભઇ પંડયા, મહેન્દ્દસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા, કેવલભાઇ સાંગાએ કરી હતી

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)