🚔 ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 21 વર્ષથી નાસતાં-ફરતાં આરોપીની ધરપકડ 🕵️♂️
📢 વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં 2004થી પેંડિંગ ઘરફોડ ચોરીના કેસમાં આરોપી ઝડપાયો
👮♂️ IGP ગૌતમ પરમાર અને SP ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ સફળ ઓપરેશન
📌 LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) સ્ટાફને બાતમી મળી કે,
🔹 વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2004ના ચોરીના ગુન્હાનો આરોપી
✳ નામ: કાનાભાઇ ટપુભાઇ વાઘેલા
✳ ઉંમર: 58 વર્ષ
✳ ધંધો: ખેત મજુરી
✳ રહે. જુના ઉગલા, તા. ગીર ગઢડા, જી. ગીર સોમનાથ
🔹 21 વર્ષથી પોલીસથી છટકી રહેલો આ આરોપી હાલ જુના ઉગલા ખાતે હોવાની માહિતી મળી.
🔹 LCB સ્ટાફે ત્યાં પહોંચી તપાસ કરતા આરોપી મળી આવ્યો.
🔹 પોલીસે તેને કબ્જે લઈ ભાવનગર લાવી પૂછપરછ કરતાં ગુન્હાની કબૂલાત કરી.
🔹 આરોપીને વધુ કાર્યવાહી માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યો.
📜 ગુનાની વિગત:
📍 વલ્લભીપુર પો.સ્ટે. ગુ.ર.નં. 54/2004
📍 IPC કલમ 454 અને 380 (ઘરફોડ અને ચોરી) હેઠળ કેસ દાખલ.
🔍 21 વર્ષ પછી આ ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીની ધરપકડ કરી, એલ.સી.બી. અને ભાવનગર પોલીસને મોટી સફળતા મળી.
📝 અહેવાલ: સતાર મેતર, (ભાવનગર)