ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની સફળતા : ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઇસમ ઝડપાયોબગદાણા વિસ્તારમાંથી કાળો હિરો સ્પ્લેન્ડર પ્લસ ઝડપાયો, કીમત રૂ. 30,000

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની સૂચના મુજબ મિલ્કત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ચલાવાયેલી કાર્યવાહી અંતર્ગત, લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે વધુ એક ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો છે.

બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારના મોણપર-જેસર ચોકડી નજીક શંકાસ્પદ હાલતમાં એક ઈસમ કાળા કલરના રજીસ્ટ્રેશન વગરના મોટરસાયકલ સાથે ઉભો હોવાનું બાતમી આધારે એલસીબી ટીમ ત્યાં દોડી ગઈ હતી. તપાસ દરમ્યાન આ મોટરસાયકલ અંગે કોઈ પણ દસ્તાવેજો રજૂ ન કરતા અને ચોરીનો ગુનો હોવાનું માલુમ પડતાં, ઈસમ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

પકડાયેલ ઈસમ:
મહેશભાઇ ઉર્ફે ભોલો મનજીભાઇ મકવાણા (ઉમર 21), રહે. ધરાઈ રોડ પાસે, બગદાણા, જી. ભાવનગર.

કબ્જે કરાયેલ મુદ્દામાલ:

  • કાળો હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (ચેસિસ નં. MBLHA10AMEHA20060, એન્જીન નં. HA10EJEHA05781)
  • અંદાજિત કિંમત: રૂ. 30,000

શોધી કાઢવામાં આવેલ ગુનો:
બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11298015200177/2020, કલમ 379 મુજબ ચોરીનો ગુનો

કામગિરી કરનાર સ્ટાફ:
પો.ઇન્સ. એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, પ્રવિણભાઇ ગળસર અને પ્રજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા આ કામગીરી સફળતાપૂર્વક અમલમાં આવી.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર