ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે ઘરફોડ ચોરીના ગુનાને ઉકેલી રૂ. ૪૮,૬૧૦/-ના મુદ્દામાલ સાથે એક ઈસમની કરી ધરપકડ

ભાવનગર:
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે ઘરફોડ ચોરીના ગુનાને ઝડપથી ઉકેલી એક ઈસમની ધરપકડ કરી છે અને કુલ રૂ. ૪૮,૬૧૦/-ના મુદ્દામાલ સાથે રોકડ તથા મોંઘી ચીજવસ્તુઓ કબ્જે કરી છે.

ગુનાની વિગતો:
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ અને પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ દ્વારા શહેરમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

કુંભારવાડા, મોતી તળાવ પાસે શંકાસ્પદ ઈસમ પ્લાસ્ટિકની થેલી સાથે ઊભો હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આરોપી અલ્ફાઝ ઉર્ફે લંબુ અબુભાઇ બેલીમ (ઉ.વ. ૨૪)ને મોંઘા ઈલેક્ટ્રોનિક્સ સામાન તથા રોકડ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસે મળેલી ચીજવસ્તુઓ અંગે પુછપરછ કરતા તેણે શાસ્ત્રીનગર સર્કલ નજીકથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું.

આરોપીઓની વિગતો:

  • ઝપટાયેલ: અલ્ફાઝ ઉર્ફે લંબુ અબુભાઇ બેલીમ

  • પાસે પકડવાના બાકી:

    • તૌફીક ફિરોઝભાઈ પઠાણ

    • મહેશ ઉર્ફે ભુરો રાઠોડ

કબ્જે કરાયેલ મુદ્દામાલ:

  • એપલ મેકબુક લેપટોપ

  • ત્રણ મોબાઇલ ફોન

  • બે કાંડા ઘડિયાળ

  • મોબાઇલ ચાર્જર

  • રોકડ રૂપિયા ૫,૦૧૦/-

  • અન્ય ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ
    કુલ કિંમત: રૂ. ૪૮,૬૧૦/-

શોધાયેલ ગુન્હો:

  • નિલમબાગ પોલીસ સ્ટેશન, ગુ.ર. નં. ૦૮૬૪/૨૦૨૫

  • ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૫, ૩૩૧ (૪) હેઠળ

પોલીસ સ્ટાફની સફળ કામગીરી:
આ કાર્યમાં એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્રભાઇ ચૌહાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી અને પ્રજ્ઞેશભાઇ પંડ્યાની નોંધપાત્ર ભૂમિકા રહી છે.

પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર.