
ભાવનગર, તા. 26 એપ્રિલ 2025:
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા આજે વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા આપેલા નિર્દેશોને અનુસરીને પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળા અને ટીમે કાળા તળાવ ગામના શાંતીનગર વિસ્તારમાં હાથકાંપના ગંજીપત્તાના જુગાર પર રેઇડ કરી મોટી કાર્યવાહી કરી છે.
ચેકિંગ દરમિયાન:
- જાહેર રસ્તા પર ગોળો કરીને ગંજીપત્તાના પાનાઓ વડે હારજીતનો જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ હતી.
- તેમના પાસેથી રોકડ રૂ. 16,900 અને ગંજીપત્તાના પાના કબજે કરવામાં આવ્યા.
- કુલ રૂ. 16,900 નો મુદ્દામાલ સાબિત થયો.
પકડાયેલ મહિલાઓની વિગતો:
- હંસાબેન રાજુભાઈ રાઠોડ (ઉ.વ. 50)
- નાનીબેન રવિભાઈ વેગડ (ઉ.વ. 30)
- સંગીતાબેન દિનેશભાઈ મેર (ઉ.વ. 45)
- આરતીબેન જીવાભાઈ સોલંકી (ઉ.વ. 29)
મૂદામાલમાં:
- ગંજીપત્તાના પાના: 52 નંગ
- રોકડ રકમ: રૂ. 16,900
આ તમામ વિરૂદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધાયો છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
- અનિરુદ્ધસિંહ ગોહીલ
- વિરેંદ્રસિંહ ગોહીલ
- જાગૃતિબેન કુંચાલા
- એજાજખાન પઠાણ
- જયદીપસિંહ ગોહીલ
- માનદીપસિંહ ગોહીલ
આ સમગ્ર કાર્યવાહી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર