ભાવનગર શહેરના ક્રેસન્ટ નજીક જુના માણેકવાડી સ્ટેશન માર્ગ પર હિન્દૂ પરિવારોની લાગણીઓ દુભાવાનું કારસ્તાન

ભાવનગર
ભાવનગર શહેરના ક્રેસન્ટ નજીક જુના માણેકવાડી સ્ટેશન માર્ગ પર કોઈ ઈસમોએ બકરીઓના માંસ,ચામડા અને હાડકા ભરેલા કોથળા છુટ્ટા ફેંકી જતા આ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી રહીશો દ્વારા ચેક કરતા કોઈ ઇસમો દ્વારા હિન્દૂ પરિવારોની લાગણીઓ જાણી જોઈને દુભાવવાના પ્રયાસ કર્યા હત્તા.

ભારતએ લોકશાહી પ્રધાન દેશ છે.અહીં તમામને પોતાની ખાણી, પીણી ની આઝાદી છે પરંતુ કોઈ સમાજની લાગણીઓ દુભાઈ એવા કૃત્યથી સમાજની શાંતિ જોખમાતી હોય છે.આવું જ એક કારસ્તાન ભાવનગર શહેરમાં બનતા હિન્દૂ સમાજ લાલઘૂમ થયો છે.ભાવનગર શહેરના ક્રેસન્ટ વિસ્તાર નજીક જૂની માણેકવાડી સ્ટેશન માર્ગ પર રહેતા હિન્દૂ પરિવારોના ઘરની બહાર કોઈ ઇસમો દ્વારા બકરીઓના ચામડા,હાડકા, માંસ નો જથ્થો કોથળા માં અને છુટ્ટો ફેંકી જતા આ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી.આ ઘટનાને પગલે હિન્દૂ પરિવારો,હિન્દૂ સંગઠનના લોકો,નગરસેવક,તંત્ર અને પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો. તાકીદે મનપા ના કર્મીઓ દ્વારા આ ચામડા,હાડકા, માંસ નો જથ્થો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.ગઈકાલે બકરી ઈદ હોય અને જેમાં ચોક્કસ સમાજના લોકો દ્વારા અનેક બકરીઓની મિજબાની પણ કરવામાં આવી હોય પરંતુ ત્યારબાદ આવું હીન કૃત્ય કેટલું વ્યાજબી ગણાય. આ વિસ્તાર કે જે એક સમયે સંપૂર્ણ હિન્દૂ વિસ્તાર હતો.આ વિસ્તારમાં વિધાર્મીઓ એ પગપેસારો પણ કર્યો છે.પરંતુ તેની મેલી મુરાદ પાર પાડવા અને હિન્દૂ પરિવારોને આવી રીતે હેરાન કરી તેમના મકાનો સસ્તામાં પચાવી પાડવા આ કારસ્તાન જાણી જોઈને કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે આવા ઇસમો ને ઝડપી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ હિન્દૂ પરિવારો દ્વારા કરવામાં આવી છે

અહેવાલ – સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)