ભાવનગર શહેરમાં મામા ભાણીયા એ ખેલ્યો ખૂની ખેલ

ભાવનગર
ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં સાંજના 4.30 કલાકે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં અગાઉની દુશ્મની બાબતે થયેલા ઝગડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા મામા અને ભાણીયા એ બે સગ્ગા ભાઈઓ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતા એક ભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂની અદાવતે થયેલી ઉગ્ર બોલાચાલીની ઘટનામાં ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં રાજુ વેગડ અને રાહુલ વેગડ નામના મામા ભાણીયા એ બે સગ્ગા ભાઈઓ કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જેના કુલદીપસિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ઋતુરાજસિંહ ને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સર.ટી.હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે.આ ઘટનાને અંજામ આપતા ઉગ્ર બનેલા મામા ભાણીયા એ બચાવવા વચ્ચે પડેલા પડોશીઓ ઉપર પર બંધુક તાકી અહીંથી જતું રહેવા કહ્યું હતું.જ્યારે ફાયરિંગની ઘટનાને અંજામ આપી મામા ભાણેજ નાસી છૂટ્યા હતા. જ્યારે ફાયરિંગ ની ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી, એલ.સી.બી, એસ.ઓ.જી, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી હતો હતો.જ્યારે આ ઘટનામાં એફ.એસ.એલ ની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ ઘટનામાં વધુ માહિતી જે સામે આવી રહી છે તેમાં પોલીસ ની વરવી ભૂમિકા પણ સામે આવી છે.રાહુલ વેગડ કે જે બુટલગર હોય અને જેને દારૂ નું સ્ટેન્ડ શરૂ કર્યું હતું.જ્યારે મરણજનાર કુલદીપસિંહ આ વિસ્તારનો માથાભારે ઇસમ હોય જે આવા ધંધાર્થી પાસેથી હપ્તા વસુલ કરતો હતો .દારૂનું સ્ટેન્ડ જો શરૂ રાખવું હોય તો હપ્તો આપવો પડશે જે બાબતે આજે બપોરે રાહુલ વેગડને કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ ના ઘર પાસે બોલાચાલી થયેલી જેથી રાહુલે તેના મામા રાજુ વેગડને ફોન કરતા બંને ભાઈઓને રાહુલના ઘર પાસે બોલાવી ઉગ્ર બોલાચાલી કરતા ગુસ્સે ભરાયેલા રાજુએ તેની પાસે રહેલી રિવોલ્વર વડે બંને ભાઈઓ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આ ઘટનામાં પોલીસ ઉપર જે આંગળીઓ ઉઠી રહી છે તેમાં શહેરમાં ચાલતા દારૂના સ્ટેન્ડ પોલીસની મહેરબાનીથી ચાલી રહ્યા છે જેમાં પોલીસ પણ હપ્તા લઇ શહેરમાં દારૂનું દુષણ વધારી રહ્યા છે.જ્યારે ફાયરિંગ કરનાર રાહુલ પાસે રિવોલ્વર ક્યાંથી આવી તે એક સવાલ છે.હથિયારો ભાવનગર માં આવી રહ્યા છે અને પોલીસ અજાણ જે પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે.

અહેવાલ – સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)