ભાવનગર શહેરમાં ૩૯મી રથયાત્રા ને લઈને સમિતિ અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયા તેમજ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરનસ યોજવામાં આવી.

ભાવનગર

ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્વ. શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી કરવામાં આવે છે. આ ૩૮ વર્ષ દરમિયાન અનેકવિધ પડકારો અને સંઘર્ષોની વચ્ચે પણ દબદબાપૂર્વક આ રથયાત્રા નીકળી છે. આ વર્ષે ૩૯મી રથયાત્રા તા.૦૭-૦૭-૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈશ્રી બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રીશ્રી રશ્મીકાંતભાઈ દવે અને શાસ્ત્રીશ્રી કીરણભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોકત વિધિ કરી સ્થાપના પૂજા—અર્ચન કરવામાં આવશે અને સંતો, મહંતો, મહામંડલેશ્વરશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી તથા યુવરાજશ્રી જયવીરસિંહજીના વરદ્ હસ્તે સોનાના ઝાડુથી “છેડાપોરા” વિધિ તથા “પહિન્દ” વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે તેમ આ અંગેની માહિતી આપતા રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી હરૂભાઈ ગોડલિયાએ પત્રકાર પરિષદમાં જણાવેલ અને વિશેષમાં જણાવેલ કે, પરંપરાગત રીતે જે કાષ્ટના રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે તે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે.

ભાવનગરની આ રથયાત્રા છેલ્લા ૩૯ વર્ષથી સફળતા પૂર્વક ભગવાનની અસીમકૃપાથી અને લોકોના સહકાર ઉપરાંત સમિતિ દ્વારા માઈડ્રોપ્લાનીંગ દ્વારા કરવામાં આવે છે જેમાં જુદા જુદા વિભાગો જેવા કે પ્રચાર-પ્રસાર વિભાગ, રથ માટેની મીકેનીકલ ટીમ, ટ્રાન્સપોર્ટની ટીમ, પ્રસાદ વ્યવસ્થા ટીમ, સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓની ટીમ, વહીવટીતંત્ર અને પોલિસ સાથે પત્ર વ્યવહાર, કોમ્યુનીકેશન ટીમ, માળીકામ, માઈક અને લાઈટની ટીમ, ઓફિસ ટીમ, ફેબ્રીકેશન ટીમ તથા ૨૦૦ જેટલા કાર્યકર્તાઓ અને આગેવાનો શ્રદ્ધાપૂર્વ કામગીરી કરે છે.

આ વરસની રથયાત્રા યુ-ટયુબ ચેનલ ઉપર લાઈવ જોવા મળશે જે ચેનલનું નામ Shri Jagannathji Rathytara Bhavnagar તેમજ આ વર્ષ થી રથયાત્રા ને ઓફિસિયલ વેબસાઇટ https://rathyatrabhavnagar.in પર થી પણ જનતા ભગવાન ના દર્શન કરી શકશે .

આ ઉપરાંત ફેસબુક ઉપર પણ રથયાત્રા સમિતિના ફેસબુક પેજ Shri Jagannathji athyatra Bhavnagar પર યુ-ટયુબની લીંક દ્વારા જોવા મળશે જે રથયાત્રાના પેજ પર શેર રેલ હશે.

રથયાત્રા સમિતિના મહામંત્રીશ્રી મનસુખભાઈ પંજવાણીએ જણાવેલ કે ભગવાનના વા પરંપરાગત રીતે વર્ષોથી બનાવવામાં આવે છે તે મુજબ આ વર્ષે ભગવાનના સુંદર વાત્મક વાઘા તથા સાફા બનાવવામાં આવેલ છે અને દર વર્ષે ભગવાનના વાઘા બનાવવાની ।। આપતા શ્રી હરજીવનભાઈ દાણીધારીયાએ આ વર્ષે પણ સેવા આપેલ છે તથા સાફાનું વાવવાની સેવા શ્રી પ્રફુલાબેન બાબુલાલ રાઠોડે સેવા આપેલ છે, ભગવાનના વાઘા તથા કાના યજમાન શ્રી ધીમંતભાઈ રાડીયા પરિવાર તરફથી સેવા મળેલ છે.

સુંદર માળીકામથી ભગવાનના રથને શણગાર કરવાનું તથા તમામ માળીકામની સેવા Tથી મીહીર બિલ્ડર્સવાળા શ્રી મીહીરભાઈ બી. કોઈસા અને રીધ્ધી કન્સ્ટ્રકશનવાળા શ્રી વીનભાઈ સી. પિત્તળીયા સેવા કરે છે.

રથયાત્રા સમિતિના મંત્રીશ્રી કરસનભાઈ વસાણીએ જણાવેલ કે ભગવાનના પ્રત્યક્ષ _ થવાના હોવાથી લોકોમાં દર વર્ષ કરતા ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ભગવાનના પાવન દર્શન કરવા માટે શ્રધ્ધાભેર રાહ જોઈ રહ્યા છે અને પોતાના ઘરોને ધજા, પતાકા, રોશનીથી કંપનીઓ, વેપારીઓ, સંસ્થાઓ દ્વારા સ્વાગત કમાનો શણગારી રહ્યા છે તથા ઠેરઠેર પ્રસાદ, સરબત, છાશ, ચણા તથા જુદી-જુદી પ્રસાદીની ચાઓ કરવામાં આવી રહી છે.

રથયાત્રા સમિતિના આગેવાન શ્રી પંકજભાઈ ગજ્જરે જણાવેલ કે દર વરસે આ ત્રામાં ભાવનગરની મુખ્ય બજારના પ્રવેશ દ્વારા ઘોઘાગેઈટ ચોક ખાતે ફીનોલેકસ પાઈપ્સ ના સૌજન્યથી ભવ્ય સ્વાગત ગેઈટ લગાવવામાં આવેલ છે તે પ્રમાણે આ વરસે પણ _કસ પાઈપ્સ કંપનીના સૌજન્યથી આ ગેઈટ લગાવવામાં આવેલ છે અને ઘોઘાગેઈટ કંપનીના અધિકારીશ્રી ચિરાગભાઈ, શ્રી હરેનભાઈ તથા સ્થાનિક ડીલર એશન દ્વારા ભગવાનશ્રી જગન્નાથજીનું પૂજા અર્ચન કરી સ્વાગત કરશે.

રથયાત્રા સમિતિના આગેવાન શ્રી અનિરૂદ્ધસિંહજી ગોહિલે જણાવેલ કે આ રથયાત્રામાં ભગવાનના પ્રસાદરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩ ટન ચણાની પ્રસાદી ધર્મપ્રેમી લોકોના યોગદાનથી મળેલ છે તેની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.

રથયાત્રા સમિતિના આગેવાન શ્રી પાર્થભાઈ ગોંડલિયાએ જણાવેલ કે આ વર્ષે રથયાત્રામાં માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી નીમુબેન બાંભણીયા, માનનીય મંત્રીશ્રી પરશોતમભાઈ સોલંકી, પૂર્વ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગરના પૂર્વ સાંસદ શ્રીમતી ભારતીબેન શીયાળ, પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહજી રાણા, મેયર શ્રી ભરતભાઈ બારડ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રથયાત્રા સમિતિનાં આગેવાન શ્રી વિશાલભાઈ ત્રિવેદીએ જણાવેલ કે આ રથયાત્રામાં જુદા-જુદા આકર્ષણો જોડાનાર છે જેમાં મીની ટ્રેઈન, વાંદરો, નાસિક-ઢોલ, તોપ તથા અખાડાઓ વિગેરે આકર્ષણો આ રથયાત્રામાં જોડાશે.

રથયાત્રાની આગળ આગળ તાત્કાલિક રંગોળીઓ બનાવવામાં આવશે. જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ આગળના ચોકમાં રંગોળીઓ બનાવવામાં આવતી જશે, જે આ રથયાત્રાની વિશિષ્ટતા બની રહેશે.

રથયાત્રા સમિતિના આગેવાન શ્રી કૌશિકભાઈ ચાંદલીયાએ જણાવેલ કે આ રથયાત્રામાં ૧૦૦ ટ્રક, ૨ જી૫, ૨૦ ટ્રેકટર, ૧૫ છકરડા, ૨ હાથી, ૬ ઘોડા, ૪ અખાડા, જુદી-જુદી રાસ મંડળીઓ તેમજ ગણેશ ક્રિડામંડળ દ્વારા જીમ્નાસ્ટીક, સ્કેટીંગના દાવો તથા બોડીબિલ્ડીંગ એસોસીએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. સત્સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા, ડી.જે.સાઉન્ડ સિસ્ટમ ઉપર ભગવાનના ગુણગાન ગાતા ગીતો સાથે રથયાત્રામાં જોડાશે તથા સામાજિક, ધાર્મિક, સંસ્થાઓ, ગાયત્રી પરિવાર વિગેરે તથા અન્ય ફલોટ આકર્ષણ બની રહેશે તેમજ રાજહંસ નેચરલ ક્લબ ટ્રસ્ટ દ્વારા પ્રદૂષણની સામે વૃક્ષોનું વાવેતર લોકો કરે તે માટેનો ફલોટ તથા અનેકવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિના ફલોટ્સ તેમજ લાખો શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો આ રથયાત્રામાં પગપાળા જોડાશે.

રથયાત્રા સમિતિના આગેવાનશ્રી હરેશભાઈ ચાવડાએ જણાવેલ કે રાષ્ટ્રની રક્ષા કાજે જેમણે સેવા આપી છે તેવા માજી સૈનિક સંગઠન દ્વારા પ્રસ્થાન સમયે- સુભાષનગર માજી સૈનિકો ભગવાનશ્રી જગન્નાથજીને બેન્ડ અને બ્યુગલ દ્વારા સલામી આપી ભગવાનનું ભવ્ય પ્રસ્થાન સ્વાગત કરવામાં આવશે, જે ખુબ જ આકર્ષક બની રહેશે. તેમજ હેવમોર ચોકમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત અને પૂજા કરશે.

રથયાત્રા સમિતિના આગેવાન શ્રી રાજુભાઈ બાંમ્બાએ જણાવેલ કે દર વર્ષ મુજબ આ વર્ષે ભગવાનશ્રી કૃષ્ણનું વિશાળકદનું કટઆઉટ ઘોઘાગેઈટ ખાતે લગાડવામાં આવેલ છે. તથા ઘોઘાગેઇટ બીઝનેસ સેન્ટર ખાતે શ્રી હનુમાનજી મહારાજનું ભવ્ય હોડીંગ્સ તથા જશોનાથ ચોક, ટી.સી.ટાવર, કાળાનાળા, શિવરામ રાજ્યગુરૂ ચોક, ખારગેઈટ, આર.ટી.ઓ. ઓફિસ સામે, નિલમબાગ, પાવર હાઉસ પાસે, ચાવડીગેઇટ વિગેરે સ્થળોએ જુદા-જુદા ધાર્મિક અને રાષ્ટ્રીય મહાપુરૂષોના વિશાળ કદના હોર્ડીંગ્ઝ લગાડવામાં આવેલ છે. તેના ઉપર કરવામાં આવેલ લાઇટીંગથી આ હોર્ડીંગ્ઝ ખૂબ જ આકર્ષક લાગે છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

રથયાત્રા સમિતિના શ્રી ભાર્ગવભાઈ આહીરે રથયાત્રાના માર્ગ અંગે માહિતી આપતાં જણાવેલ કે, રથયાત્રા તા.૦૭-૦૭-૨૦૨૪ ને રવિવારના રોજ શ્રી ભગવાનેશ્વર મહાદેવ અને શ્રી જગન્નાથજી મંદિર સુભાષનગરથી સવારે ૮.૦૦ કલાકે પ્રસ્થાન થઈ મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલ, સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર સર્કલ, પ્ર.પ્રિ.બ્ર.કુ. વિશ્વ વિદ્યાલય, લંબે હનુમાનજી, ઘોઘા જકાતનાકા, શિવાજી સર્કલ, ગાયત્રીનગર, દેવરાજનગર, ભરતનગર, સંતશ્રી સેન મહારાજ ચોક, માલધારી સોસાયટી, શિક્ષકનગર સોસાયટી, દેવુમાનું મંદિર, સિંધુનગર કેમ્પ, શ્રી ખોડિયાર માતાજીનું મંદિર, સંસ્કાર મંડળ, શ્રી રામજી મંદિર, રોકડીયા હનુમાન, સેન્ટ્રલ સોલ્ટ, તખ્તેશ્વર મંદિર, રાધા મંદિર, સંત કંવરરામ ચોક, વાળંદ જ્ઞાતિ રામજી મંદિર, કાળાનાળા, માળી જ્ઞાતિ રામજી મંદિર, કાળાનાળા, દાદા સાહેબ, બારસો શિવ મહાદેવની વાડી, સર.ટી. હોસ્પિટલ રોડ, જેઇલ રોડ, શ્રમનિકેતન સોસાયટી, મરીન સોસાયટી, અનંતવાડી, નિલમબાગ ચોક, બહુમાળી ભવન, ભીડભંજન હનુમાનજીનું મંદિર, જૂની મીલની ચાલી, ફાયર બ્રિગેડ, નિર્મળનગરના નાકે, માધવ રત્ન, ક્રિસ્ટલ માર્કેટ, શિતળામાનું મંદિર, પાવર હાઉસ પાસે, શ્રી મોરલીધર

હનુમાનજી મંદિર, મોરલીધરનું મંદિર ચાવડીગેટ પાસે, કષ્ટભંજન હનુમાનજીનું મંદિર, ચાવડીગેટ, શ્રી ખોડિયાર મંદિર ચાવડીગેટ, હનુમાનજીનું મંદિર, વિજય ટોકીઝ પાસે, પટેલ_ જ્ઞાતિ રામજી મંદિર, રક્ષક હનુમાનજી મંદિર, શ્રી ચામુંડા મંદિર- પાનવાડી, કોળી જ્ઞાતિ રામજી મંદિર, દૂધરેજનું રામજી મંદિર, પાનવાડી ચોક, જશોનાથચોક, જશોનાથ મંદિર, મુરલીધર મહાદેવનું મંદિર, જશોનાથ ચોક, વિઠ્ઠલનાથજી હવેલી, વોશીંગઘાટ, ગંગાદેરી, ઘોઘાગેઇટ, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, શ્રી નાગનાથ મહાદેવ મંદિર, મહેતા શેરી, શ્રી જગદીશ મંદિર ખાગેઇટ, જલારામ મંદિર ખારગેઈટ, દાઉજીની હવેલી, આર્ય સમાજ મામાકોઠા, કામનાથ મહાદેવ, મારૂતી મંદિર બાર્ટન લાયબ્રેરી, બહુચરાજીનું મંદિર, રામજી મંદિર, રૂવાપરી ગેટ, કૃષ્ણેશ્વર મહાદેવ, શિવરામ રાજ્યગુરૂ ચોક, સરદારસ્મૃતિ, ગાયત્રી શક્તિપીઠ ડોન, શ્રી બહુચરાજી મંદિર ડાયમંડચોક, મહિલા કોલેજ, સુભાષનગર, શ્રી ભગવાનેશ્વ૨ મહાદેવ અને શ્રી જગન્નાથજી મંદિરનાં પટ્ટાગણમાં ધર્મસભાના રૂપમાં ફેરવાશે.

આ ધર્મસભાને પૂ.સંતો, મહંતો, પ.પૂ.શ્રી ગરીબરામબાપુ, પ.પૂ. શ્રી રામચંદ્રદાસજી, ૫.પૂ. શ્રી ઓલીયાબાપુ તથા રથયાત્રા સમિતિના અધ્યક્ષશ્રી હરૂભાઈ ગોડલિયા, શ્રી મનસુખભાઈ પંજવાણી વિગેરે સંબોધન કરશે.

રથયાત્રા સમિતિના આગેવાન શ્રી કાંતિબેન ભટ્ટે જણાવેલ કે, આ રથયાત્રામાં જોડાનાર ફલોટો વચ્ચે થીમ આધારિત ફલોટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક થી પાંચ સુધીના ક્રમે આવનાર ફલોટોને ઈનામો આપવામાં આવશે. અને પ્રોત્સાહિત ઈનામો પણ આપવામાં આવશે. આ ઉપરાંત વેશભૂષા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમાં પણ એક થી ત્રણ ક્રમે આવનારને ઈનામો આપવામાં આવશે. નિર્ણાયકો દ્વારા તૈયાર થયેલ સીલબંધ કવરમાં પરિણામ હલુરીયા ચોકમાં રથયાત્રાના અધ્યક્ષશ્રીને સોપશે. આ વરસે રથયાત્રામાં જોડાતા અખાડાઓમાં પણ સ્પર્ધાનું આયોજન કરેલ છે તેમાં પણ એકથી ત્રણ કુમે આવનારને ઈનામો આપવામાં આવશે.

રથયાત્રા સમિતિના ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ ત્રિવેદીએ જણાવેલ કે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે વહીવટી તંત્ર, પોલીસતંત્ર, મહાનગરપાલિકા તરફથી સારી એવી વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. તે ઉપરાંત રથયાત્રા સમિતિનાં સ્વયંસેવકો દ્વારા તમામ રીતે રથયાત્રાની વ્યવસ્થા સંભાળશે.

આ શ્રી જગન્નાથજી રથયાત્રાના પ્રણેતા સ્વ.શ્રી ભીખુભાઈ ભટ્ટનું સને-૧૯૯૨ માં અવસાન થતાં આ રથયાત્રાની પરંપરા જાળવી રાખવા માટે સ્વ.શ્રી ભગવતસિંહ રાણાએ શ્રી શિવ વિહાર ટ્રસ્ટ દ્વારા રથયાત્રા સમિતિને સધિયારો પૂરો પાડવા ૧૯૯૨ થી આ રથયાત્રા શ્રી ભગવાનેશ્વર મહાદેવ મંદિર સુભાષનગરથી સમિતિએ શરૂ કરી અને શિવ વિવહાર ટ્રસ્ટ અને સ્વ.શ્રી ભગવતસિંહજી રાણાના સહયોગથી આ હિન્દુત્વના ધાર્મિક પ્રસંગને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. હાલ આ ટ્રસ્ટના પ્રમુખશ્રી હરપાલસિંહરાણા અને શ્રી ભરતસિંહજી રાણાએ પણ આ પરંપરા જાળવી રાખેલ છે.

આ પત્રકાર પરિષદમાં શિવ વિહાર ટ્રસ્ટના શ્રી હરપાલસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રા અંગેનું માર્ગદર્શન પણ આપેલ હતું.

અંતમાં રથયાત્રા સમિતિના આગેવાન શ્રી ઋતુભાઈ દાણીધારીયાએ જણાવેલ કે આ રથયાત્રાના પ્રણેતા અને હિન્દુ સમાજના જીવનપર્યત કાર્યો કરનાર અડીખમ યોદ્ધા એવા સ્વ. શ્રી ભીખુભાઈ ભટ્ટની હિન્દુ સમાજને મોટી ખોટ પડેલ છે. જે કદી પૂરી શકાય તેમ નથી. પરંતુ તેમણે શરૂ કરેલ આ રથયાત્રા પરંપરાગત રીતે નીકળતી રહે અને તેમના હિન્દુ સમાજ માટેના અધુરા કાર્યો અમો તથા આપણે સૌ સાથે મળી પૂર્ણ કરતા રહીએ અને મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાઇએ તેજ તેમના પ્રત્યેની હિન્દુ સમાજની સાચી શ્રદ્ધાંજલી ગણાશે. તેઓશ્રીની સ્મૃતિરૂપે અને અમોને સતત પ્રેરણા મળતી રહે તે માટે આ જગન્નાથજીના રથયાત્રાના રથ પર તેઓશ્રીનો ફોટોગ્રાફસ, તેમજ આ રથયાત્રાના માર્ગદર્શક સ્વ.શ્રી ભગવતસિંહજી રાણાનો ફોટોગ્રાફસ લગાવવામાં આવેલ છે.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)