ભાવનગર, સિંધુનગર, મસાણી મેલડીમાંના મંદિરે થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૨૪,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ!

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સખત સુચના આપેલ.

ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, સંતોષ તેરસીંગભાઇ પારગી રહે.રાણીકા, ભાવનગરવાળો ભુરા-સીલ્વર કલરનું પેશન મોટર સાયકલ રજી.નંબર-GJ-04-DR 8481 લઇને ભાવનગર,તેલઘાણી કેન્દ્દ પાસે આવેલ સિધ્ધ હનુમાનજી મંદિરવાળા ખાંચામાં ઉભેલ છે.તેની પાસે રહેલ મોટર સાયકલ તથા તેની પાસે રોકડ રકમ છે.જે મોટર સાયકલ તથા રોકડ રકમ તે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના આરોપી નીચે મુજબના શંકાસ્પદ મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. તેની પુછપરછ કરતા ’’ આ મોટર સાયકલ તેની મમ્મીના નામે છે. પણ હાલ કાગળો નથી. આ રોકડ રકમ પોતે છએક દિવસ પહેલાં ઉપરોકત મોટર સાયકલ લઇને મોડી રાતે ભાવનગર, સિંધુનગર સ્મશાન પાસે આવેલ મસાણી મેલડીમાંના મંદિરે માતાજીના ફોટા ઉપર રૂ.૫૦૦/-ની નોટનો હાર ચડાવેલ તેની ચોરી કરેલ તે રૂપિયા હોવાની કબુલાત કરેલ.’’ જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ.

પકડાયેલ આરોપી:-
સંતોષ તેરસીંગભાઇ પારગી ઉ.વ.૨૪ રહે.વાલજીભાઇની ઘંટી પાસે, ઘાસલેટવાળો ડેલો, રાણીકા, ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલ :-

  1. ભુરા-સીલ્વર કલરનું હિરો કંપનીનું પેશન રજી.નંબર-GJ-04-DR 8481વાળું મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-
  2. રૂ.૫૦૦/-ના દરની નોટ નંગ-૪૯ કિ.રૂ.૨૪,૫૦૦/- મળી કુલ રૂ.૪૪,૫૦૦/-નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-
ભાવનગર શહેર,ઘોઘા રોડ પો.સ્ટે. ગુ.ર.નં.૦૭૧૭/૨૦૨૫ B.N.S. કલમઃ-૩૦૩(૨) મુજબ કાર્યવાહી કરવામાં આવેલ

અહેવાલ : સતાર મેતર ભાવનગર