ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ અને ભાવનગર-દિલ્હી કેન્ટ એક્સપ્રેસ ટ્રેનોમાં 02 વધારાના થર્ડ એસી કોચ કાયમી ધોરણે લગાવવામાં આવશે.

જૂનાગઢ

યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19271/19272) અને ભાવનગર-દિલ્હી કેન્ટ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (09557/09558)માં બે વધારાના થર્ડ એસી કોચ કાયમી ધોરણે લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ
1. ટ્રેન નંબર 19271/19272 ભાવનગર-હરિદ્વાર-ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 07.10.2024થી અને હરિદ્વારથી 09.10.2024થી 02 થર્ડ એસી કોચ કાયમી ધોરણે લગાવવામાં આવશે.

2. ટ્રેન નંબર 09557/09558 ભાવનગર-દિલ્હી કેન્ટ-ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનમાં ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 11.10.2024થી અને દિલ્હી કેન્ટથી 12.10.2024થી 02 થર્ડ એસી કોચ કાયમી ધોરણે લગાવવામાં આવશે.

આમ, ઉપરોક્ત બંને ટ્રેનોમાં કુલ કોચની સંખ્યા હવે 20 થી વધીને 22 થઈ જશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)