ભાવનગર LCBની સફળતા : ૪ વર્ષથી નાસતો વિશ્વાસઘાતનો આરોપી અને NDPS કેસના ભાગેડૂને ઝડપી પાડયો!

ભાવનગર – તા. ૨૦ મે, ૨૦૨૫
વેળાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી અને રાજસ્થાનના શ્રી બાલાજી પોલીસ સ્ટેશનમાં NDPS કેસમાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી જગદિશભાઇ બિશ્નોઇને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

📌 મૂળ આરોપી વિષે વિગત:
આરોપી જગદિશભાઇ કિશનારામ બિશ્નોઇ (ઉ.વ. ૪૯) મૂળ રાજસ્થાનના બિકાનેર જીલ્લાના નાંદડા ગામનો રહેવાસી છે. હાલ તે બિકાનેર શહેરના ગંગાશહેર વિસ્તારમાં વસવાટ કરતો હતો.

👮‍♂️ LCBની ચોકસાઈ અને દબંગી કાર્યપ્રણાલી:
ભાવનગર રેન્જના આઈ.જી. ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ વડા ડૉ. હર્ષદ પટેલના દિશાનિર્દેશ મુજબ, એલસીબીના પોલીસ ઈન્સ્પેકટર એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ ટીમે આરોપીની હરકત ઉપર નજર રાખી. બાતમી મળ્યા બાદ, ટીમે કચ્છ જિલ્લાના લાકડિયા ગામ પાસે રાપર રોડ પરથી આરોપી જડપી લેવાયો.

📝 આરોપી વિરુદ્ધ નોંધાયેલ ગુનાઓ:

  1. ગુ.ર.સં. 0243/2021, કલમ 408 – વિશ્વાસઘાત, વેળાવદર પોલીસ સ્ટેશન, ભાવનગર
  2. ગુ.ર.સં. 0044/2020, NDPS કલમ 8, 15 – શ્રી બાલાજી પોલીસ સ્ટેશન, બિકાનેર, રાજસ્થાન

🧾 અગાઉથી ફરાર રહેલા આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે અને વધુ કાર્યવાહી માટે વેળાવદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

🤝 કામગીરી કરનાર ટીમ:
પો.ઈન્સ્પ. એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ –
ઘનશ્યામભાઈ ગોહિલ, સાગરભાઈ જોગદિયા, મહેન્દ્રભાઈ ચૌહાણ, વિઠ્ઠલભાઈ બારૈયા, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ સોલંકી, પ્રજ્ઞેશભાઈ પંડ્યા, હસમુખભાઈ પરમાર અને બ્રિજરાજસિંહ ગોહિલની મહેનતથી આ નોંધપાત્ર સફળતા મળી.


📍 અહેવાલ: સતાર મેતર, ભાવનગર