ભાવનગર LCB દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ઈસમની ધરપકડ : ₹36,250નો મુદ્દામાલ કબ્જે!

ભાવનગર (તા. 12 એપ્રિલ 2025)
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. રેલ્વે ફાટક પાસે જુના બંદર રોડ પર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી કુલ ₹36,250/- મુલ્યનો દારૂનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
આ સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર (ભાવનગર રેન્જ) તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલના સ્પષ્ટ આદેશ અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.

આરોપી વિષે વિગતો:

  • નામ: રાકેશભાઈ ઉર્ફે ટીનો ભુપેન્દ્રભાઈ પરમાર (ઉ.વ. 39)
  • નિવાસી: આડોડિયાવાસ, ભાવનગર
  • ધંધો: વેપાર

મુદ્દામાલ ની વિગત:

  1. બેગપાઇપર ડિલક્સ વ્હિસ્કી (180 mL) – પ્લાસ્ટિક બોટલ – નંગ 50 – મૂલ્ય ₹6,250/-
  2. DSP બ્લેક ડિલક્સ વ્હિસ્કી (90 mL) – પ્લાસ્ટિક બોટલ – નંગ 400 – મૂલ્ય ₹30,000/-
    કુલ મુલ્ય: ₹36,250/-

ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલી સીલપેક બોટલો સાથે ઝડપાયેલા આરોપી સામે પ્રોહિબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


અહેવાલ: સતાર મેતર, ભાવનગર