ભાવનગર S.O.G. દ્વારા ચાર મહિનાથી પકડવાના બાકી રહેલા પ્રોહીબીશન ગુનાના આરોપીની ધરપકડ.

શહેર તથા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા તથા પ્રોહીબીશન જેવા ગુનાહોમાં કડક કાર્યવાહી કરવા માટે ભાવનગર રેન્જના આઇ.જી.પી. ગૌત્તમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના સુચનાને અનુસરી, એસ.ઓ.જી. શાખાએ મહત્ત્વની સફળતા હાંસલ કરી છે.

ભાવનગર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરા અને પો.ઇન્સ. જે.ડી. બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ ઘોઘા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ચેકિંગ હાથ ધરાયું હતું. બાતમી અનુસાર, પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૧૨૫૦૦૬૫/૨૦૨૫ના કેસમાં પકડવાનો બાકી આરોપી ભગીરથસિંહ ઉર્ફે ભયલુભા નિરૂભા ગોહિલ (ઉ.વ. ૩૩), રહે. સાણોદર, તા. ઘોઘા, જી. ભાવનગર હાલ સાણોદરના પાટીયા પાસે હાજર હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી મળી આવ્યો હતો. પુછપરછમાં જણાવ્યું હતું કે તે ચાર મહિનાથી પકડવાપાત્ર હતો. આરોપીની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી બાદ ઘોઘા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે.

આરોપીના ગુનાહિત ઇતિહાસમાં સમાવિષ્ટ મહત્વના કેસો:

  1. ઘોઘા પો.સ્ટે – ગુ.ર.નં. ૨૦૭/૨૦૧૮ (પ્રોહિ. કલમ ૬૫(એફ), ૮૧)

  2. ઘોઘા પો.સ્ટે – ગુ.ર.નં. ૨૨૭/૨૦૧૮ (પ્રોહિ. કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨))

  3. ઘોઘા પો.સ્ટે – ગુ.ર.નં. ૧૧૧૯૮૦૨૦૨૪૦૯૮૪/૨૦૨૪ (એટ્રો કલમ ૩(૧)(એસ) વગેરે)

  4. ઘોઘા પો.સ્ટે – ગુ.ર.નં. ૧૧૧૯૮૦૨૦૨૧૦૧૫૯/૨૦૨૧ (IPC કલમ ૩૦૨, ૩૦૭ વગેરે)

કાર્યમાં જોડાયેલ પોલીસ સ્ટાફ:
I/C પો.ઇન્સ. ડી.યુ. સુનેસરા, પો.ઇન્સ. જે.ડી. બારોટ, ASI મહાવીરસિંહ ગોહિલ, HC મહિપાલસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ ગોહિલ, PC કિશોરસિંહ ડોડીયા, કાનજીભાઈ નકુમ, ભારતીબેન ચાવડા અને ટેકનિકલ સેલના પ્રજ્ઞેશ પંડ્યા.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર