ભાવનગર જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવાના હેતુથી રેન્જના આઇજીપી ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.
તેના અનુસંધાને એસ.ઓ.જી. (SOG) શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
બાતમી મળતા કુંભારવાડા સર્કલ પાસે મહેબુબભાઇ જીવાભાઇ કાપડીયા નામનો શખ્સ ચોરીના મોબાઇલ સાથે ઊભો હોવાનું જાણવા મળતાં રેઇડ કરવામાં આવી. તપાસમાં લાઈટ બ્લ્યુ કલરનો Samsung મોબાઇલ ફોન (કિંમત આશરે ₹10,000) મળી આવ્યો હતો.
જ્યારે આરોપીને મોબાઇલ વિશે પુછપરછ કરવામાં આવી, ત્યારે સંતોષજનક જવાબ ન આપી શકતાં, પોલિસે યુક્તિથી પુછપરછ કરતાં ખુલાસો કર્યો કે એક મહિના પહેલા મોબાઇલ ચોરી કર્યો હતો.
ઈ-ગુજકોપમાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે આ ફોન સંદર્ભે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11198015251121/2025 હેઠળ BNS કલમ 303(2) મુજબ ગુનો નોંધાયેલો છે. જેથી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે બોરતળાવ પો.સ્ટે.ને સોંપી દેવાયો છે.
આરોપીનું નામ:
મહેબુબભાઇ જીવાભાઇ કાપડીયા (ઉ.વ. 55)
રહેવા સ્થળ: સ્નેહમિલન સોસાયટી, નુરાભાઈ કાળાનાળાવાળાનું મકાન, ભાડેથી, ભાવનગર
કાર્યમાં જોડાયેલા સ્ટાફ:
પો.ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરા
એએસઆઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ
ગુલમહમદભાઈ કોઠારિયા
પો.કોન્સ. પાર્થભાઈ પટેલ, મિનાજભાઈ ગોરી, હરપાલસિંહ ગોહિલ, ધર્મદીપસિંહ જાડેજા, પ્રજ્ઞેશ પંડ્યા
અહેવાલ: સતાર મેતર, ભાવનગર