ભુજના પૂર્વ સિવિલ સર્જનની પુત્રી ડો. મીમાસા બુચનું સન્માન

ભુજ, તા.૧૦:
ભુજના જાણીતા તબીબ અને જી.કે. જનરલ હોસ્પિટલના પૂર્વ સિવિલ સર્જન કશ્યપભાઈ બુચની પુત્રી ડૉ. મીમાસા બુચ દ્વારા તાજેતરમાં કાડીયો લોજિસ્ટ (Cardiologist) તરીકે ડિગ્રી પ્રાપ્ત કરાતા, તેમના સન્માનમાં ભવ્ય સમારોહ યોજાયો હતો.

સંસ્કૃત પાઠશાળામાં યોજાયો સમારંભ

ભુજના છઠ્ઠીબારી વિસ્તારમાં આવેલી સંસ્કૃત પાઠશાળામાં યોજાયેલા કાર્યક્રમમાં સમૂહ પ્રાર્થના અને મહેમાનોના આવકાર સાથે શરૂઆત કરાઈ. હાટકેશ મહિલા મંડળની પ્રમુખ જયશ્રીબેન હાથીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને અવિનાશભાઈ વૈદ્યે પ્રસંગ પરિચય આપ્યો હતો.

ડૉ. મીમાસાબેનનું હાર અને સાલથી સન્માન

કાર્યક્રમ દરમિયાન કશ્યપભાઈ બુચ અને તેમનાં પત્ની શેલાબેનનું પણ હાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું, ત્યારબાદ ડૉ. મીમાસાબેનનું મુખ્ય સન્માન કરવામાં આવ્યું. તેઓએ સંસ્થાને રૂ. ૫૦૦૧નું દાન આપ્યું હતું.

અગ્રણીઓની હાજરી

આ પ્રસંગે સંસ્કૃત પાઠશાળાના વિભાકરભાઈ અંતાણી (રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા), તુષારભાઈ ધોળકિયા, રોહિતભાઈ પાઠક, યુનુસભાઇ ખત્રી, તેમજ ભારતીય મહિલા સુરક્ષા સંગઠનના જિલ્લા પ્રમુખ કરિશ્માબેન ખોજા અને શહેર પ્રમુખ રમાબેન માકડ સહિત અનેક આગેવાનો અને સંસ્થાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આભાર વિધી વારિષભાઈ પટણીએ અને કાર્યક્રમ સંચાલન વિભાકરભાઈ અંતાણીએ કર્યું હતું. સમારંભને સફળ બનાવવામાં અનેક સ્વયંસેવકોના યોગદાન માટે પરિવાર તરફથી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

📍 અહેવાલ: નિલેશ ભટ્ટ ,ભુજ