ભુજ: ઐતિહાસિક કૃષ્ણાજી પુલની મરામત હજુ અટકી, એક માર્ગી રસ્તાથી નાગરિકોને મુશ્કેલી


મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પગલે 2022માં બંધ કરાયેલા ભુજના ઐતિહાસિક કૃષ્ણાજી પુલની મરામત હજુ સુધી શરૂ થઈ નથી. દુર્ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છતાં પુલની નવી દિશામાં કોઈ સાકાર કાર્ય શરૂ થયું નથી.

અત્યારે માત્ર એક માર્ગી રસ્તાથી અવરજવર થતી હોવાથી નાગરિકોને અકસ્માત, ટ્રાફિક જામ અને દૈનિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજ નગરપાલિકાની ધીમિ કામગીરી સામે નારાજગી ફેલાઈ છે અને નાગરિકો દ્વારા પુલના તાત્કાલિક પુનઃનિર્માણ માટે જોરદાર માંગ ઉઠી રહી છે.