
2001ના ભૂકંપ પછી ભુજના પુનઃનિર્માણ અંતર્ગત વિકસાવવામાં આવેલી મુન્દ્રા રિલોકેશન સાઇટ પર આવેલું તોરલ ગાર્ડન આજે જર્જરિત હાલતમાં છે. દાતાઓના સહયોગથી બનેલું આ બગીચું વર્ષોથી જાળવણી વગર સુધરાઈની રાહ જોઈ રહ્યું છે.
ભાડા દ્વારા 5મી માર્ચે નગરપાલિકાને ગાર્ડન સોંપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ આજ સુધી નગરપાલિકા દ્વારા એઠરાવને અમલમાં નથી લેવામાં આવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે ભાડા અને નગરપાલિકા બંને અધિકારી એક જ હોવા છતાં પણ કામગીરીમાં વિલંબ શા માટે?
બગીચામાં પાણી માટે બોર પણ હાજર છે, પરંતુ ઉપયોગ બહાર છે. 10 હજારથી વધુ રહેવાસીઓને લાભકારક બનતું આ ઉદ્યાન હાલ દુર્દશામાં ફસાયું છે. રહ્યા પ્રશ્નો એજ છે – સંભાળશે કોણ? જવાબદારી લેશે કોણ?