ભુજ શહેરથી ચોરીના કોપર વાયર સાથે ઇસમ ઝડપાયો!

ભુજ: ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાંચ પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરતાં સંદેહાસ્પદ રીતે મળી આવેલા ૬૦ કિલો કોપર વાયર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ચુડાસમા, પો.સબ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી અને વાય.કે. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફને વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે અંજલીનગર રોડ પાસે આવેલી ભંગારની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો.

👉 ધરપકડ થયેલ ઇસમ

  • નામ: જુણસ કુંભાર
  • રહેવાસી: હિનાપાર્ક-૦૨, ભુજ

👉ચોરી થયેલ મુદ્દામાલ:

  • કોપરના વાયર – 60 કિલોગ્રામ
  • અંદાજિત કિંમત – ₹24,000

👉 આરોપ કે પગલાં:

  • ઇસમ પાસે કોઈ બિલ કે કાનૂની દસ્તાવેજ હાજર ન હતા
  • બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કોપર વાયરો કબ્જે કરીને
  • કલમ ૩૫(૧)(ઈ) હેઠળ આ ઇસમની અટક કરવામાં આવી
  • મામલો ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપાયો

📌 વધુ તપાસ ચાલુ છે

અહિ નોંધનીય છે કે શહેરમાં ચોરી કે છળકપટથી મેળવેલા કીમતી ધાતુઓનું વેચાણ કે ખરીદી ભંગારની દુકાનોમાં થતી હોવાના કિસ્સા વધી રહ્યા છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી આવા તત્વો પર કડક સંદેશો gayo છે.

અહેવાલ: [નિલેશ ભટ્ટ, ભુજ] – ભુજ