ભુજ: IPL મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, મોબાઈલ અને રોકડ મળી રૂ. ૧૮,૧૫૫ નો મુદ્દામાલ કબજે


પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કોડાય વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા એક ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. મોટા અધિકારીઓની સૂચના મુજબ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ખાનગી બાતમીના આધારે બીદડા ગામ પાસે વિમલ નારણભાઈ રાજગોર ક્રિકેેટ સટ્ટો રમતો પકડાયો હતો.

તેઓ પોતાના મોબાઈલથી “ICONEXCH.COM” નામની સાઇટ ઉપર IPLની ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે ચાલી રહેલી મેચમાં ID વડે નાણાકીય હારજીતનો સટ્ટો રમતો હતો.

રેઇડ દરમિયાન પોલીસે રૂ. ૮,૧૫૫નું બેલેન્સ ધરાવતો મોબાઇલ અને રૂ. ૧૦,૦૦૦ કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૮,૧૫૫ નો મુદ્દામાલ કબજે કર્યો છે. મામલે વધુ તપાસ ચાલી રહી છે.