ભુતપૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિએ જેતપુર મુકામે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

જેતપુર

સૌરાષ્ટ્ર ના સાવજ, લડાયક અને કદાવર ખેડૂત નેતા, પૂર્વ કેબીનેટ મંત્રી તથા પૂર્વ સાંસદ ગૌ. વા. સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જેતપુર મુકામે લેઉવા પટેલ સમાજ ખાતે તા.૨૯-૦૭-૨૦૨૪, સોમવારે પૂર્વ કેબિનેટ મંત્રી તથા ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે મેગા સર્વ રોગ નિદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો.

ગૌ. વા. સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા સર્વે સમાજને સાથે લઈને ચાલનાર તેમજ ગરીબોના બેલી એવા અલૌકિક વ્યક્તિત્વ ધરાવતા લોક નેતા જેની અનન્ય લોકચાહના આજેય અંકબંધ છે. તેઓશ્રીને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવાના નમ્ર પ્રયાસરૂપે જેતપુર શહેરની સેવાભાવી સંસ્થા સીટી કાઉન્સીલ ઓફ જેતપુર અને જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન દ્વારા તેમજ રાજકોટ ખાતેની ખ્યાતનામ સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલના સહયોગથી મેગા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

સદરહુ મેગા સર્વ રોગ નિદાન કેમ્પમાં જેતપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના થઈને ૫૪૫ જેટલા દર્દીઓએ પોતાના વિવિધ રોગના વિનામુલ્યે નિદાન અને જરૂરી રિપોર્ટ્સ તથા દવાઓ મેળવીને લાભાન્વીત થયેલ છે.

જેતપુર ખાતે યોજાયેલ મેગા સર્વ રોગ નિદાન કેમ્પના આયોજનને સફળ બનાવવા માટે જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા, ઉપપ્રમુખ સંજયભાઇ વેકરીયા, પ્રોજેક્ટ ચેરમેન મહેશભાઇ ગજેરા, કારોબારી સભ્યો-સુરેશભાઈ સખરેલીયા, પ્રવીણભાઈ નંદાણીયા, રતિલાલ ખાચરીયા સહીતના સર્વે કારોબારી સભ્યો અને સીટી કાઉન્સીલ ઓફ જેતપુરના પ્રમુખ ચંદ્રેશભાઈ ધડુક, સેક્રેટરી વિનુભાઇ સિદ્ધપરા, પ્રોજેક્ટ ચેરમેન હેમતભાઈ ઢોલરીયા, કારોબારી સભ્યો – પ્રવીણભાઈ ગજેરા, અરવિંદભાઈ વોરા સહીતના સર્વે કારોબારી સભ્યોએ અથાગ પરિશ્રમ કરીને સુંદર વ્યવસ્થા ગોઠવેલ અને મેગા સર્વ રોગ નિદાન કેમ્પ સફળ રહ્યો હતો.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)