📍 વિસાવદર – ભેંસાણ તાલુકાના બરવાળા ગામમાં થયેલી લૂંટની ચકચારી ઘટના મામલે વિસાવદર સેસન્સ કોર્ટમાં ચાલેલા કેસમાં તમામ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે. વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી શ્રી કમલેશ જોશીની તર્કસંગત અને ધારદાર દલીલોના આધારે આ ચુકાદો આવ્યો છે.
📌 ઘટનાની વિગતો:
બરવાળા ગામના રમેશભાઈ જીવકુભાઈ વાણિયા અને અન્ય ૫ વ્યક્તિઓએ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ બાદ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી અને કોર્ટમાં ૨૩ સાક્ષીઓ તથા દસ્તાવેજોની સાથે કેસ રજૂ કર્યો હતો.
🔍 બચાવ પક્ષની વ્યૂહરચના:
ધારાશાસ્ત્રી કમલેશ જોશીએ પ્રોસિક્યુશન સાક્ષીઓની ઉલટતપાસ, પંચોની જુબાની અને તપાસ અધિકારીના નિવેદનોમાં આવેલા વિરોધાભાસો ઊજાગર કર્યા. સાથે સાથે કાયદાકીય જોગવાઈઓનું તર્કસંગત ચિત્રણ કરીને આરોપીઓને ફસાવવાની કોશિશ દર્શાવી.
⚖️ ચુકાદો:
સેસન્સ જજ શ્રી જયેશકુમાર શ્રીમાળીએ સમગ્ર દલીલ અને પુરાવાઓનું મૂલ્યાંકન કરી તમામ આરોપીઓને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.
🖊️ અહેવાલ: આસીફ કાદરી, વિસાવદર