જૂનાગઢ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણ સપ્ટેમ્બર-૨૦૨૫ ના નિમિત્તે ભેંસાણ સરકારી હોસ્પિટલ ખાતે તા. ૧૯ સપ્ટેમ્બર, સવારે ૯થી ૧૨ વાગ્યા સુધી વિનામૂલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સ્ત્રીઓના રોગો, બાલિકા અને કિશોરીઓના રોગો, બાળકોના રોગો, તેમજ વૃદ્ધાવસ્થાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. સાથે જ વડીલ વંદના, સ્ત્રી-બાળરોગ નિદાન કેમ્પ અને આરોગ્ય સંવર્ધન શિબિર પણ યોજાશે.
કેમ્પ દરમ્યાન યોગ સત્રો, ઋતુજન્ય બીમારીઓથી બચવા અંગે માર્ગદર્શન, રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધિઓનું વિતરણ, નાડીપરીક્ષા, પ્રકૃતિ પરીક્ષણ તથા વ્યક્તિગત આયુષ સલાહ પણ આપવામાં આવશે.
આ આયુર્વેદ શિબિરનો હેતુ લોકોને પ્રકૃતિ આધારિત આરોગ્ય સંભાળ અને પોષણ વિષે જાગૃતિ લાવવાનો છે.