ભેસાણ ગામ નજીક ઉબેણ નદી પર આવેલા પુલની જર્જરિત હાલતને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.
જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર, પુલના સ્લેબમાં રેઇનફોર્સમેન્ટ વિઝીબલ થઈ ગયેલ છે તેમજ પથ્થરના એબઝર્વમેન્ટ અને પિયર ભાગોમાં ખવાણ થઈ રહી છે. પુલની આ નબળી સ્થિતિ અને નવા પુલના બાંધકામના ચાલુ કાર્યને ધ્યાનમાં રાખી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારે વાહનો માટે પ્રતિબંધિત આ જાહેરનામું તાત્કાલિક અમલમાં આવ્યું છે અને તે 09 સપ્ટેમ્બર 2025 સુધી લાગુ રહેશે.
વૈકલ્પિક રૂટ તરીકે ભેસાણથી પરબ વાવડી, તડકા પીપળીયા અને ચણાકા સુધીના રસ્તાઓનો ઉપયોગ કરીને વાહન વ્યવહાર શરૂ રાખી શકાશે.
જિલ્લા તંત્રએ વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ પુલ વિસ્તારથી ભારે વાહનો પસાર ન કરે અને તંત્ર દ્વારા જણાવાયેલા વિકલ્પ રૂટોનો ઉપયોગ કરે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ