મંગલપુર પ્રાથમિક શાળા ની એક વિદ્યાર્થીની એ માનવતા મહેકાવી!

મંગલપુર પ્રાથમિક શાળાની બાળા નવ્યાબેન ગિરીશભાઈ રાઠોડ ને રાહદારી રસ્તા પરથી એક પાકીટ મળેલ હતું…. જે મૂળિયાસા ગામનું હોવાનું માલૂમ પડતા અમારી શાળાના શિક્ષક દાદનભાઈ દલ ને ખરાઈ કરી સુપરત કરી ઈમાનદારી ઉત્તમ ઉદાહરણ આપી માનવતા આજે પણ જીવન્ત છે તેનું આ પ્રમાણ આપેલ છે આ ઈમાનદારી ભર્યા કાર્ય બદલ દાદનભાઈ દલ સાહેબ તરફથી નવ્યાબેન ને રૂપિયા 100 રોકળ પુરસ્કાર સાહેબ તરફ થી આપી દીકરી ને બિરદાવેલ હતી.

અને ખાસ તો આ મંગલપુર પ્રાથમિક શાળા માં આવનારા તમામ વિદ્યાર્થીઓ આ શાળા માં ભણી અને પોતાનું અને શાળા નું ગૌરવ વધારે તેવા હેતુ શિક્ષકો દ્વારા તમામ પ્રકાર ની જરૂરિયાતો નું ધ્યાન રાખવામાં આવેજ છે પરંતુ આજના દિવસે આ રોડ પરથી સ્કૂલે આવવા સમયે મળેલ વોલેટ ને મૂળ માલિક ને પરત આપવા ના ઉત્તમ વિચારો બદલ નવ્યાબેન નો ખૂબ ખૂબ આભાર….

જીવનમાં સદાય આગળ વધો અને લોકોની આ રીતે પ્રામાણિકતાથી સેવા કરો તેવી માતા સરસ્વતી ને પ્રાર્થના ..

અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ