મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડના ફુલનો શણગાર અને સુખડીનો પ્રસાદ ધરાવાયો

 

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ મંગળવાર નિમિત્તે તારીખ 19-11-2024ના રોજ દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા પહેરાવાયા છે, સિંહાસને ઓર્કિડના ફુલનો શણગાર અને સુખડીનો પ્રસાદ ધરાવાયો છે. મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેદસાગર સ્વામીએ કરી હતી.સાથોસાથ મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી ને વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા જરદોશીવર્કવાળા પ્યોર સિલ્કના વાઘા પહેરાવાયા છે. આ સાથે જ દાદાના સિંહાસને ઓર્કિડના ફુલ અને નાળિયેરીના ગૂંથેલા પાનનો શણગાર કરાયો છે. તો દાદા સમક્ષ આજે 51 કિલો સુખડીનો પ્રસાદ ધરાવાયો છે. દાદાના સિંહાસને કરાયેલા શણગાર માટે ફુલ વડોદરાથી મંગાવ્યા છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)