મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરુરીયાતમંદ લોકોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.

મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિધવા બહેનો, ત્યક્તા બહેનો, અંધ, દિવ્યાંગ તેમજ જરુરીયાતમંદ લોકોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ 300 કુટુંબોને તારીખ 13/1/2025 ને સોમવાર ના રોજ મકર સંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે દાન, ધર્માદા નો મહીમા ખુબજ મોટો છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિ મા આ સંસ્થા ને ચાર-ચાર દાયકા થઈ ચુક્યા છે, જે જુનાગઢ ના દાતાશ્રીઓ ને જ આભારી છે.આ સંસ્થા દ્વારા દરેક તહેવારે આ પ્રકારે સેવાયજ્ઞ યોજવામાં આવે છે. જેમા આજે અંબિકા ચોક, સત્યમ સેવા યુવક મંડળના હોલ પરથી જરૂરિયાતમંદ લોકોને માંડવી પાક, તલ સાંકડી, ખજૂર, ગોળ, મમરા ના લાડુ, ઘઉંનો લોટ, ચવાણું, ગાઠીયા, ખીચડી વગેરે પંદર જેટલી વસ્તુઓનું ભાવસભર વિતરણ કરવામાં આવેલ હતુ.

આ પ્રસંગે દાતાશ્રી મનીષભાઈ લોઢીયા, નિવૃત્ત ડીસ્ટ્રીક જજ શ્રી પી.જે. ડાંગર , સુશીલાબેન શાહ, મનોજભાઈ રાજા, નરસિંહભાઈ વાઘેલા, પુષ્પાબેન પરમાર, શ્રી મનસુખભાઈ વાજા,શ્રી નાગભાઈ વાળા, રાજેશભાઈ લાલચેતા, પટેલભાઈ, શારદાબેન, દયાબેન માણેક, જયાબેન પરમાર, મહેન્દ્રભાઈ રાવલ ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું.
આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે શાંતાબેન બેસ, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, ચંપકભાઈ જેઠવા, રાજેન્દ્રભાઈ ચુડાસમા, જયંતીભાઈ લાઠીયા, સરોજબેન જોશી, રમાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર તથા કમલેશભાઈ પંડ્યા વગેરે જહેમત ઉઠાવેલી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)