ગીર સોમનાથ જિલ્લો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર સહિત તુલસીશ્યામ, દેહોત્સર્ગ વગેરે ધાર્મિક સ્થળો આવેલા છે. દેશ-વિદેશમાંથી આવતા અસામાજિક તત્વો શહેરોના રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં આશરો લઈ અને જાહેર સંપત્તિને નુકસાન થાય અને માનવજિંદગીની ખુવારી થાય એવી પ્રવૃત્તિઓ ન કરે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે,
આ જાહેરનામાં અનુસાર સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં કોઈ મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજના સંચાલકો પોતાની જગ્યા ભાડે આપે ત્યારે જે-તે વ્યક્તિને જગ્યા ભાડે આપેલ હોય તેવી વ્યક્તિના આધાર-પુરાવા તેમજ ઓળખ સંબંધિત માહિતી પોલીસ સ્ટેશન ખાતે જાણ કર્યા બાદ જગ્યા ભાડે આપવાની રહેશે,
મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ વગેરેના માલિકોએ જગ્યા ભાડે આપતી વખતે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવા નિયત નમૂના મુજબની માહિતીનું ફોર્મ રજૂ કરવું પડશે. જે-તે પોલીસ સ્ટેશને આવી જગ્યા ભાડે રાખનારની તમામ હકિકત અંગે યોગ્ય અને પુરતી ચકાસણી કરવાની રહેશે,
મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ વગેરેના માલિક/સંચાલકનું નામ/સરનામું અને ટેલિફોન નંબર/તથા ભાડે આપેલ મકાન/ઓદ્યૌગીક એકમ/ઓફિસ/દુકાન/ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજની વિગત જેમાં ક્યા વિસ્તારમાં આવેલ છે અને મકાનનું બાંધકામ કેટલા ચો.મી છે?
મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ વગેરે ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ/સરનામું ટેલિફોન નંબર/મોબાઈલ નંબર, કઈ તારીખથી ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું છે?, જે વ્યક્તિને ભાડે આપેલ છે તેનું નામ, સરનામું, ટેલિ.નં/મોબાઈલ નં ફોટોગ્રાફ વગેરે…મૂળ વતનનું પાકું સરનામું, તથા વતનમાં ઓળખતાં ત્રણ સગા-સંબંધીના નામ-સરનામાં, ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ/સરનામું/ટેલિ.નં/મોબાઈલ નં અનુસાર માહિતીનું ફોર્મ રૂ કરવાનું રહેશે.
આ જાહેરનામું ૧૪/૦૨/૨૦૨૫થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
અહેવાલ પ્રકાશભાઈ કારાણી (વેરાવળ સોમનાથ)