મગની ખરીદી માટે ટેકાના ભાવે ખરીદી, ઓનલાઇન રજીસ્ટ્રેશન ૨૫ મે સુધી કરવું

જૂનાગઢ,
ભારત સરકાર દ્વારા ઉનાળુ ૨૦૨૪-૨૫ માટે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે મગની ખરીદીનો નિર્ણય લેવામાં આવ્યો છે. મગ માટે રૂ. ૮૬૮૨/- પ્રતિ કવિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન તા. ૧૫/૦૫/૨૦૨૫ થી તા. ૨૫/૦૫/૨૦૨૫ સુધી ચાલુ રહેશે.

જૂનાગઢ જિલ્લામાં મગ માટે ટેકાના ભાવે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા માટે ગ્રામીણ કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો દ્વારા V.C.E. મારફતે ખેડૂતોએ નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવી છે.

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવે મગની ખરીદીનો લાભ લેવા માટે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે, જગદીશ યાદવ, જૂનાગઢ