જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જજાડીયા સાહેબની સુચના તેમજ ઈંચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે૨કાયદેસ૨ અસામાજીક પ્રવૃતિઓ કરતા ઇસમો વિરૂધ્ધ કડક હાથે કામ લેવાની ઝૂંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગે૨-કાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ જૂનાગઢ જીલ્લા તથા રાજકોટ જીલ્લા ખાતે હથીયા૨ ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાઓના કામે સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ એ ડીવીઝન પો.સ્ટે. પાસા દરખાસ્ત નં.૧૫/૨૦૨૪ થી અત્રેથી પાસા દરખાસ્ત તૈયા૨ ક૨ી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા કલેકટ૨શ્રી અનીલ રાણાસિયા સાહેબ તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતાં. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેકટ૨શ્રી જૂનાગઢ દ્વારા આવી ગે૨-કાયદેસ૨ પ્રવૃતિની ગંભી૨તા સમજી ત્વરીત સામાવાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ ક૨વામાં આવેલ,
જે પાસા વોરન્ટ ઈશ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતા. દ૨મ્યાન આજરોજ પો.સબ.ઇન્સ.શ્રી ડી.કે.ઝાલા, એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્સ. જીતેષ એચ. મારૂ તથા પો.કોન્સ. દિપકભાઇ બી. ચૌહાણ, જયેશભાઈ બાભણીયા ને સંયુકતમાં બાતમી હકિકત મળેલ કે, સદ૨ પાસા વોરન્ટના આરોપી રાજકોટ રેસ કોસ ખાતે હોવાની બાતમી હકિકત આધારે તપાસ ક૨તા મજકુ૨ ઈસમ હાજ૨ મળી આવતા આજરોજ તા.૦૫/૦૨/૨૦૨૫ ના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ,
પાસાના અટકાયતી:-રાજેશ ગંગાસિંગ રાજાવત, ઠાકુર ઉ.વ.૩૨ રહે. ગામ ઇશ્વરી, શંકર મંદીરની બાજુમાં, થાણા ઉંમરી, તા.જી.ભીંડ, રાજ્ય મધ્યપ્રદેશ કામગી૨ી ક૨ના૨ અધિકારી/કર્મચારી:–શાંતિ આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.સબ.ઇન્સ. શ્રી ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. નિકુલ એમ.પટેલ તથા પો. હેડ કોન્સ. જીતેષ એચ. મારૂ, તથા પો.કોન્સ.દિપકભાઇ બી. ચૌહાણ, જયેશભાઈ બાભણીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)