🔹 મશરૂમની ખેતી બની સમૃદ્ધિની પગદંડી
🔹 વંથલીના જતીનભાઈ સોલંકી મશરૂમની મિસાલરૂપ ખેતી કરતા ખેડૂત
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા ગામના યુવા ખેડૂત જતીનભાઈ સોલંકીએ મશરૂમની ખેતી દ્વારા વાર્ષિક ૧૦ લાખથી વધુ નફો મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
🔹 નોકરી છોડી કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ
એમ.એસસી. અને બી.એડ. સુધીનો અભ્યાસ કર્યા બાદ, જામનગરમાં કોર્પોરેટ નોકરી છોડી ૨૦૧૭માં પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને વર્ષ ૨૦૨૨થી મશરૂમની ખેતીમાં સફળતા મેળવી.
🔹 મશરૂમ ખેતીના આરંભમાં પડકારો
તાપમાન, ભેજ અને માર્કેટિંગની અછત જેવા પડકારો વચ્ચે જતીનભાઈએ પશ્ચિમ બંગાળ, ઓડિસ્સા જેવા રાજ્યોની મુલાકાત લઈને અને સરકારી તાલીમ લઇને નવી તકનીકો અપનાવી.
🔹 મશરૂમની આરોગ્યલક્ષી ગુણવત્તા
મશરૂમ ૯૦% પ્રોટીન સમૃદ્ધ છે, તેમજ વિટામિન કે અને ડી-૩થી ભરપૂર છે, જે તેને શરીર માટે ઉત્તમ પોષક ખોરાક બનાવે છે.
🔹 આજ ૫૪૦૦ બેગમાં મશરૂમનું ઉત્પાદન
જતીનભાઈએ માત્ર ૫૦૦ બેગથી મશરૂમની ખેતી શરૂ કરી હતી અને હવે તેઓ ૫૪૦૦ બેગમાં ઓઇસ્ટર, ફ્લોરિડા, ગ્રે ઓઇસ્ટર અને બ્લુ ઓઇસ્ટર મશરૂમનું ઉત્પાદન કરે છે.
🔹 યુવાનો માટે કૃષિમાં તકો
જતીનભાઈનું માનવું છે કે યુવાનોએ ખેતી તરફ વળવું જોઈએ અને સરકારની વિવિધ યોજનાઓ અને સહાયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ.
🔹 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)