મહાકુંભ મેળા નિમિત્તે 8 જાન્યુઆરીએ ભાવનગર ટર્મિનસથી લખનઊ સુધી વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે

મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ટર્મિનસ – લખનઊ વચ્ચે વિશેષ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ

ટ્રેન નંબર 09235 ભાવનગર ટર્મિનસ-લખનઊ વન-વે સ્પેશિયલ
ટ્રેન નંબર 09235 ભાવનગર ટર્મિનસ – લખનઊ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બુધવાર, 08 જાન્યુઆરી, 2025 ના રોજ 20:20 કલાકે ઉપડશે અને શુક્રવારે 04:00 કલાકે લખનઊ પહોંચશે.

આ ટ્રેન રૂટમાં ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09235નું બુકિંગ 05 જાન્યુઆરી, 2025 (રવિવાર) થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)