મહાનગરપાલિકા જુનાગઢના અલગ – અલગ ૪ (ચાર) વિસ્તાર આવેલ મ.ન.પા.ની માલિકીની જમીનના ભાડુંઆત ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ (અમુલ પાર્લર)ને અનેક વખત લેખિતમાં જાણ કરતાં તેઓ દ્વારા દિન – ૬૦(સાઇઠ) માં તમામ બાકી ભાડું ભરપાઈ કરવા બાહેંધરી આપવામાં આવેલ અને તે સમય મર્યાદામાં પણ ભાડું ભરપાઈ ન કરતાં (૧) મોતીબાગ રોડ ગેઇટ નં ૨ પાસે (૨) સી.એમ.પાર્ક તાલુકા સેવાસદન પાસે (૩) ગાંધીચોક (૪) રેલ્વે સ્ટેશન ચોકમા આવેલ અમુલ પાર્લર માન.કમિશનર સાહેબશ્રી ડો.ઓમ પ્રકાશ(IAS)ના આદેશ અન્વયે માન.નાયબ કમિશનર સાહેબશ્રી ડી.જે.જાડેજાની સુચનાથી આસી.કમિશનર(ટેક્સ) કે.જી.ટોલીયાના માર્ગદર્શન નીચે ટેક્સ સુપ્રીટેન્ડન્ટ મનોજ રૂપાપરાની ટીમ દ્વારા આ મિલ્કતનો કબ્જો મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા લેવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે, મહાનગરપાલિકાના ભાડુઆતો દ્વારા બાકી ભાડુ સમયસર અને સત્વરે ભરપાઈ કરવા જુનાગઢ મહાનગર સેવા સદનની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)