મહાનગરપાલિકા જુનાગઢ દવારા ગણેશ મહોત્સવ નીમીતે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ કરાયો.

જૂનાગઢ

ગણેશ મહોત્સવ નિમિતે શ્રદ્ધાળુઓ દવારા ઘર શેરી, મહોલ્લા સોસાયટીઓમાં ભગવાનશ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. મહાનગરપાલિકા, જુનાગઢ દવારા શહેરના શ્રધ્ધાળુ ઓની ધાર્મીક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો આયોજકો મંડળો વગેરેએ ગણેશજીની સ્થાપના પુર્ણ થયા પછી ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે દર વર્ષની માફક આજ તા:૦૭/૦૯/૨૦૨૪ શનિવારના રોજ ભવનાથ વિસ્તારમાં દુધેશ્વર મંદિર પાસે વોટર વર્કસના સંપ સંતશ્રી ઈન્દ્રભારતીજીના પ્રવેશ દ્વાર,જુનાગઢ પાસે “અસ્થાયી વિસર્જન કુંડ” બનાવવામાં આવેલ છે.જેમાં મૃગી કુંડ, નારાયણ ધરો,તથા દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના ત્રીવેણી સંગમના જળ સંગ્રહ કરી શાસ્ત્રોક્ત વિધિવત માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ, આસિ.કમિશનરશ્રી જયેશ પી વાજા, કલ્પેશ જી ટોલીયા,સંતશ્રી મહાદેવગીરી બાપુ,શ્રી મહાદેવગિરિ ભારતી બાપુ,શ્રી દેવું બાપુ વિજય આશ્રમ ભવનાથ, શ્રી કિશનદાસ બાપુ,રામ ટેકરી,શ્રી દલપત સ્વામી, શિવ નિકેતન આશ્રમ, લઘુ મહંતશ્રી મહાદેવ ભારતી બાપુ ભારતી આશ્રમ,શ્રી અભય ગિરિ બાપુ,ચામુંડા આશ્રમ,શ્રી જગજીવનદાસ બાપુ, સૂર્ય મંદિર, શ્રી ભીમપૂરીબાપુ, ઇન્દ્રભારતી આશ્રમ, શ્રી આનંદગિરિબાપુ અવધૂત આશ્રમ વગેરે સાધુ સંતો તેમજ ઓફિસ સુપ્રિ.શ્રી જીગ્નેશભાઈ પરમાર, પ્રોગ્રામ ડિઝાસ્ટર ઓફિસરશ્રી યકીન શિવાણી, સ્ટોરકિપરશ્રી રાજુભાઇ મહેતા, દબાણ અધિકારીશ્રી હરેશભાઈ સોંદરવા,પર્યાવરણ ઇજનેરશ્રી રાજુભાઈ ત્રિવેદી વગેરે અધિકારીશ્રી/કર્મચારીશ્રીની ઉપસ્થિતિમાં ગણપતીજીના વિસર્જન માટે વિસર્જન કુંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ ત્રીવેણી સંગમમાં વિસર્જન કરી વિશેષ પુણ્ય અને ભાગ્યશાળી બનવા અને પર્યાવરણ તથા વહેતા પાણીને દુષિત થતુ અટકાવવાનાં સહિયારા પ્રયાસમાં સહભાગી થવા અને આ અસ્થાયી વિસર્જન કુંડમાં વિસર્જન કરવા માટે મહાનગરપાલિકા,જુનાગઢ દવારા શ્રધ્ધાળુ ભાવિકોને માટીના ગણપતિ (ઇકો-ફ્રેન્ડલી) મૂર્તિની સ્થાપના કરવા અનુરોધ કરવામાં આવે છે.આ અસ્થાયી વિસર્જન કુંડમાં દર વર્ષે અંદાજિત ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલી ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જે દર વર્ષેની જેમ રાઉન્ડ ધ કલોક ૨૪×૭ કલાક કાર્યરત રહેશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)