મહાનગરપાલિકા, જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત.

 

જૂનાગઢ

મહાનગર પાલિકા, જૂનાગઢના કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ નાયબ કમિશ્નરશ્રી એ.એસ. ઝાંપડા અને આસી.કમિશ્નર(વ) શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે જુનાગઢ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસરશ્રી એચ.કે.ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપરવાઈઝર શ્રી રાજેશભાઈ પરમારના સુપરવિઝન હેઠળ તા.૨૦/૯/૨૪ ના રોજ શહેરમાંથી ૧૪(ચૌદ) ગૌવંશને સરકારશ્રીની ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અન્ય ગૌ શાળામાં મોકલવામાં આવ્યા હતા.આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી કાર્યરત રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)