મહાનગરપાલિકા જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમો પર કડક કાર્યવાહી.

જૂનાગઢ

મહાનગર પાલિકા, જૂનાગઢના કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે જુનાગઢ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસરશ્રી એચ.કે.ચુડાસમા ની ટીમ દ્વારા તા. ૦૨/૧૦/૨૪ ના શહેર માં જથ્થાબંધ ઘાસ ચારા નું વેચાણ કરતા દુકાનદારો ની દુકાનો ની ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં વારંવાર સૂચના આપવામાં આવવા છતાં કોઈ પણ આધાર પુરાવા વગર જાહેરમાં અનધિકૃત ઘાંસચારાનું વેચાણ ચાલુ રાખી ગંદકી ફેલાવવા બદલ (૧) અનિલભાઈ દેવજીભાઈ હિરપરા, દાતાર રોડ પાંજરાપોળ ની જગ્યામાં

(2) કેશુભાઈ અરશીભાઈ મોઢવાડિયા,ભરડાવાવ રૂષિરાજ ગૌશાળા પાસે
(૩) અમીનભાઈ સત્તારભાઈ પીરાણી,સુખનાથ ચોક મસ્જિદ વાળી દુકાન માં
(૪) સલીમભાઇ આમદભાઈ પીરાણી,સુખનાથ ચોક, રોયલ પ્રોવિઝન પાસે
(૫) ઇમરાનભાઇ આમદભાઈ પીરાણી,મજેવડી દરવાજા પાસે આશાપુરા શોમિલ સામે
(૬)ભરતભાઈ કરમુર,માર્કેટિંગ યાર્ડ રોડ, ભોલેનાથ ટ્રેડર્સ સામે
(૭)પાંચાભાઇ પરબતભાઇ હેરભા,માર્કેટિંગ યાર્ડ રોડ, રાધિકા સેલ્સ એજન્સીની બાજુમાં
(૮) રહીમભાઈ હાજીભાઇ, જી.આઈ.ડી.સી રોડ, પેટ્રોલપંપ પાસે
(૯) યુનુસ વાલીમમદ ધૂમલીયા, ઝાલોરાપા રોડ, ચારાપીઠ
(૧૦) ઇબ્રાહીમભાઇ જમાલભાઈ જમાતી, ઝાલોરાપા રોડ,ચારાપીઠ
(૧૧) સાદીક્ભાઇ જમાલભાઈ પડાયા,ઝાલોરાપા રોડ ચારાપીઠમાં,

આમ કુલ (૧૧) અગિયાર દુકાનદારોને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા જણાવતા રજૂ ન કરતા સીલ કરવામાં આવેલ.

તેમજ શહેરીજનો પૈકી જે લોકો ઘાસચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ મહાનગર પાલિકા,જૂનાગઢની (૧.) ખામધ્રોળ ટોરેન્ટ ગેસ પાસેની ગૌશાળા (૨)સુખનાથ ચોક સાવજના ડેલા પાસે ગૌશાળા અથવા શહેરની અન્ય ગૌશાળાએ જઈને ઘાસચારાનું દાન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે.આગામી દિવસોમાં અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી ચાલુ જ રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)