મહાનગર પાલિકા,જુનાગઢની સેનીટેશન શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.

જૂનાગઢ “સ્વચ્છતા હી સેવા” સ્લોગનને સાર્થક કરવા માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ ના માર્ગદર્શન અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાપડા તથા ડી.જે.જાડેજા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ પી. વાજા તથા આસી.કમિશનર (ટેક્ષ) શ્રી કલ્પેશભાઈ ટોલીયાની સુચના મુજબ સેનિટેશન શાખા ના વોર્ડ નં.૧૦ અને ૧૧ના સેનેટરી ઇન્સ્પેકટરશ્રીહિતેશભાઈ પરમાર અને રાજેન્દ્ર ઠાકર દ્વારા શહેરમાં તા.૦૯/૧૨/૨૦૨૪ના રોજ મહાનગરપાલિકા,જુનાગઢ ની સેનીટેશન શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં શહેર માં જવાહર રોડ, સ્વામી નારાયણ રોડ ખાતે પોતાના એકટીવા વાહનમાં શ્રી મયુરભાઈ નથવાણી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા નજરે પડતા ન્યુસન્સ ચાર્જ પેટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ માટે ૩૦ કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.૨૧,૦૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવેલ છે.આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા, જૂનાગઢની સેનિટેશન શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઈવ કાર્યરત રહેશે.

અહેવાલ : નરેદ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)