જૂનાગઢ સ્વચ્છ ભારત મિશનની ગાઈડ લાઈન મુજબ શહેરમાં ઘરે-ઘરે ઉત્પન્ન થતાં સુકા અને ભીના કચરાનું સ્થળ ઉપર જ સેગ્રીગેશન થાય તે ધ્યાને લઇ મહાનગરપાલિકા, જૂનાગઢ હદ વિસ્તારમાં આવેલ રહેણાંક તથા બિન રહેણાંક (કોમર્શીયલ) મિલ્કતોને સુકા અને ભીના કચરા માટે ૨(બે) નંગ ડસ્ટબીન આપવાનું નક્કી થયેલ. જે અન્વયે વર્ષ-૨૦૨૧-૨૨માં હાઉસટેક્ષ વિભાગમાં નોંધાયેલ રહેણાંક મિલ્કત-૧,૨૬,૨૭૫ તથા બિન રહેણાંક(કોમર્શીયલ) મિલ્કત ૩૮,૨૫૬ એમ બન્ને મિલ્કતો મળી કુલ-૧,૬૪,૯૮૧ મિલ્કતો પૈકી પ્રથમ તબક્કામાં ૯૪,૧૨૨ મિલ્કતો કે જેણે ચાલુ વર્ષનો વેરો ભરેલ છે. તેઓને ૨(બે) ડસ્ટબીન આપવા ૧૫માં નાણાપંચની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનાં કામ માટે મળેલ ગ્રાન્ટમાંથી રૂ.૩.૫૪ કરોડની ફાળવણી જનરલ બોર્ડ ઠરાવ નં.૩૩, તા.૧૬/૦૯/૨૦૨૨ થી કરવામાં આવેલ. જે ધ્યાને લઇ GEM પોર્ટલ પરથી ૧૦ લીટર ડસ્ટબીન કુલ નંગ-૨(બે) લાખ ખરીદ કરવા માટેના ભાવ મંગાવવામાં આવેલ અને સૌથી નીચા ભાવની એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ, પરંતુ એજન્સી દ્વારા સપ્લાય કરેલ સેમ્પલની ગુણવતા ચેક કરવા (લેબ ટેસ્ટ) માટે CENTRAL INSTITUTE OF PETROCHEMICAL ENGINEERING & TECHNOLOGY (CIPET), અમદાવાદ લેબમાં મોકલતા લેબ ટેસ્ટીંગમાં એજન્સીનું સેમ્પલ રીઝેકટ થતાં આ એજન્સી પાસે થી નબળી ગુણવત્તાની ડસ્ટબીન ખરીદ કરવા સંસ્થાનાં હિતમાં ન હોય જેથી સ્થાયી સમિતિ ઠરાવ મંજૂર થતાં એજન્સીઝને આપેલ વર્ક ઓર્ડર કેન્સલ કરવા અને નવા ભાવ મંગાવવા માટેનો ઠરાવ કરવામાં આવેલ. જે ધ્યાને લઇ CIPET, અમદાવાદ રજૂ કરેલ ૧૦ લીટર ડસ્ટબીનનાં ટેકનીકલ QAP રીપોર્ટ અને ટેન્ડર મેન્યુઅલ ની જોગવાઈ અન્વયે ટેન્ડરની શરતો સ્પેસીફીકેશન તૈયાર કરવામાં આવેલ અને આ ટેકનીકલ સ્પેસીફીકેશન અને ટેન્ડરની શરતો ” નિવારાત્મક તકેદારી નિરીક્ષણ “નાં ભાગરૂપે સ્થાયી સમિતિમાં રજૂ કરી સ્થાયી સમિતિ ઠરાવ મંજૂરી મળતાં સ્પર્ધાત્મક ભાવ મળી રહે તે હેતુથી દૈનિક વર્તમાનપત્રોમાં જાહેર નિવિદા પ્રસિદ્ધ કરી n-procure ઉપર ટેન્ડર ઓનલાઈન કરી ઈ-ટેન્ડરથી ભાવ મંગાવવામાં આવેલ અને આ માટે ટેન્ડરમાં ભાગ લેવા માંગતી એજન્સીઓને પ્રિ-બીડ મીટીંગમાં રૂબરૂ બોલાવવામાં આવેલ જે પ્રિ-બીડ મીટીંગમાં કુલ-૬ જેટલી પ્લાસ્ટીક ડસ્ટબીન પ્રોડક્શન કરતી કંપનીઓનાં પ્રતિનિધિઓ હાજર રહેલ અને તેઓની લેખિત રજૂઆત અન્વયે સ્થાયી સમિતિ ઠરાવથી નિર્ણય કરાવેલ અને કોરોઝોડન્મ ઓનલાઈન સબમીટ કરવામાં આવેલ અને ત્યારબાદ ફરીથી e-tender કરી તા.૧૫/૦૩/૨૦૨૪ થી ઓનલાઈન ભાવ મંગાવવામાં આવેલ. જે પૈકી જુદી-જુદી કંપનીઓ દ્વારા ડસ્ટબીન સેમ્પલ પીસ રજૂ કરતા કુલ-૨(બે) એજન્સીઓ (૧) નીલકમલ’ લિમિટેડ, અમદાવાદ અને (૨) વીમ પ્લાસ્ટ લિમિટેડ, દમણ (cello)નાં ઓનલાઈન ભાવ મળેલ. આમ,L-1 એજન્સી નીલકમલ લિમિટેડ, અમદાવાદનાં ભાવ ટેન્ડરની અંદાજીત કિંમત રૂ.૩.૪૦ કરોડની સામે રૂ.૩,૨૫,૦૮,૦૦૦/-કરોડ અને વીમ પ્લાસ્ટ લિમિટેડ દમણનાં ભાવ ટેન્ડરની અંદાજીત કિંમત રૂ.૩.૪૦ કરોડની સામે રૂ.૩,૨૮,૫૦,૦૦૦/- કરોડ પુરા મળેલ. આમ, નીલકમલ લિમિટેડ, અમદાવાદનાં ભાવ ટેન્ડરની અંદાજીત કિંમતથી નીચા એટલે પ્રતિ ડસ્ટબીન રૂ.૧૬૨.૫૪ આવેલ હોય જેથી સ્થાયી સમિતિમાં ભાવ મંજુરી અંગે નિર્ણય અર્થે દરખાસ્ત કરતા સ્થાયી સમિતિ ઠરાવથી ભાવ મંજુરી મળતા નીલકમલ લિમિટેડ, અમદાવાદને રૂ.૩,૨૫,૦૮,૦૦૦/- પૂરાનો વર્ક ઓર્ડર આપી ડસ્ટબીન ખરીદ’ કરવામાં આવેલ.
આમ,વર્તમાન પત્રોમાં/અન્ય માધ્યમોમાં પ્રસારિત થતા અહેવાલમાં દર્શાવવામાં આવતી ડસ્ટ બિન અલગ છે.જ્યારે મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા ખરીદ કરવામાં આવેલ ડસ્ટબીન સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ e-tender પ્રક્રિયા કરી ખરીદ કરવામાં આવેલ છે,અને CIPET લેબ ટેસ્ટ રીપોર્ટ મુજબ સેમ્પલ ટેસ્ટ કરાવતાં સેમ્પલ પાસ થતાં તે મુજબ ઉચ્ચ ગુણવતાની ડસ્ટબીન ખરીદ કરવામાં આવેલ છે.જેની વિતરણ વ્યવસ્થા હાલ ચાલુ હોય, આજ દિન સુધીમાં ૪૭,૦૦૦ જેટલા મિલ્કત ધારકોને ડસ્ટબીનનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ છે અને આગામી જાન્યુઆરી-૨૦૨૪ સુધીમાં તમામ ડસ્ટબીનનું વિતરણ કાર્ય પૂર્ણ થઇ જશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)