જૂનાગઢ તા. ૦૫, જૂનાગઢ ગિરનારી ગ્રુપના સમીરભાઈ દત્તાણી તથા સંજયભાઈ બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ ભારતી આશ્રમમાં બ્રહ્મલીન મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામીશ્રી વિશ્વંભર ભારતીબાપુની સમાધિ ખાતે ૦૪/૦૨/૨૫ ને મંગળવારના રોજ મહંતશ્રી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજના શિષ્ય શ્રી ભારતી આશ્રમના લઘુમંંતશ્રી મહાદેવ ભારતી બાપુને પ્રયાગરાજ મહાકુંભ ખાતે શ્રી પંચ દશનામ જૂના અખાડામાં મહામંડલેશ્વરના પદની નિયુક્તિ કરવામાં આવેલ હતી. જે બદલ જૂનાગઢનું ગિરનારી ગ્રુપ ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી સાથે પ. પૂ. મહામંડલેશ્વર 1008 શ્રી મહાદેવભારતી બાપુને સાલ ઓઢાડીને ફુલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવેલ હતા,
આ પ્રસંગે પ. પૂ. મહામંડલેશ્વર 1008 શ્રી મહાદેવ ભારતી બાપુએ પ્રયાગરાજ મહાકુંભના મેળાની પ્રતિકૃતિઓ અંગેનુ વર્ણન કરીને જણાવેલ હતું કે, આ મહાકુંભ મેળામાં ચારેયપીઠના શંકરાચાર્ય, મહારાજશ્રીઓ, જગતગુરુશ્રીઓ, તેરેય અખાડાના આચાર્ય મંડલેશ્વર, મહામંડલેશ્વરો, નાગા સન્યાસીઓ સનાતન ધર્મના તમામ સંપ્રદાયના સંતો મહંતો સહિત કરોડો ધર્મ પ્રેમી લોકોએ સ્વયંભૂ પધારીને આ કુંભમેળામાં યજ્ઞ, અનુષ્ઠાનો, કથાઓ સહિત ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈને ત્રિવેણી સંગમ સમા ગંગા નદીમાં શાહી સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધેલ હતું. જ્યારે આ મહાકુંભ મેળામાં પધારતા ભક્તગણો માટે ભારતી આશ્રમ દ્વારા સેક્ટર નંબર 16, હર્ષવર્ધન રોડ, મંડલેશ્વરનગર ખાતે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં રોજના અંદાજિત 1000 થી 1200 જેટલા ભક્તગણો ભોજન પ્રસાદનો લાભ લેતા હતા. જ્યારે કરોડોની જન મેદની વચ્ચે પણ પ્રશાસન દ્વારા ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થાઓ કરવામાં આવી તેમને બિરદાવવામાં આવેલ હતી,
મુની અમાવસ્યાના અમૃત સ્નાનના દિવસે મહાકુંભ મેળામાં અનિવાર્ય સંજોગોનુસાર લોકોમાં જે ભાગદોડ મચી એમાં ઘણા ભક્તગણો મૃત્યુને ભેટ્યા હતા. એ વાતનું ખુબ જ દુઃખ વ્યક્ત કરીને એ તમામ મૃતાત્માઓને ભારતી આશ્રમ ખાતે બે મિનિટનું મૌન પાડીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે ભારતીય આશ્રમના ૧૪૦ વિદ્યાર્થીઓ તથા શ્રી અલ્પેશભાઈ મહેતા, કેતનભાઇ રૂપાપરા, ચેતનભાઇ જાદવ, ગિરનારી ગ્રુપના શ્રી સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, દિલીપભાઈ દેવાણી, સમીરભાઈ ઉનડકટ, સુધીરભાઈ રાજા, ચિરાગભાઈ કોરડે, જીતુભાઈ સોલેરા, સુધીરભાઈ અઢિયા, વત્સલભાઈ કારીયા, વેદભાઈ બારૈયા, સંદીપભાઈ ધોરડા, કશ્યપભાઈ દવે સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)