મહારાજા ફિલ્મમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને વિકૃત દર્શવામાં આવતા ભાવનગર વૈષ્ણવ સમાજની લાગણી દુભાતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ભાવનગર

મહારાજા ફિલ્મમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની ધાર્મિક લાગણી જે રીતે રજૂ કરવામાં આવી છે તેનાથી ભાવનગર સમસ્ત વૈષ્ણવ સમાજ ની લાગણી દુભાતા આજરોજ કલેકટર કચેરી ખાતે એકઠા થઈ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,

સમસ્ત વૈષ્ણવ સમાજ ભાવનગર દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે એકઠા થઈ આગામી દિવસોમાં Netflix માં યશરાજ પ્રોડક્શન હેઠળ મહારાજા ફિલ્મ સમગ્ર ભારતમાં રજૂ થવા જઈ રહી છે તે OTT ફિલ્મમાં સનાતન ધર્મ, વૈષ્ણવ સંપ્રદાય, ધર્મચોર્યા અને સનાતન ધર્મની પરંપરાઓને જે વિકૃત રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે તેના પોસ્ટર ઉપરથી જ સ્પષ્ટ જણાઈ આવે છે તો આ ફિલ્મને રિલીઝ ન થવા દેવા ભાવનગર કલેકટર ને આવેદનપત્ર પાઠવી સમસ્ત વૈષ્ણવ સમાજે માંગ કરી છે. આ આવેદનપત્ર વેળાએ સમસ્ત વૈષ્ણવ સમાજ, કૃષ્ણનગર વૈષ્ણવ સમાજ તથા પરિમલ ભાવનગર ના આગેવાનો કલેકટર કચેરીએ એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો. અને પિક્ચર નહીં રિલીઝ થવા દેવા માંગ કરી સૂત્રોચાર કર્યા હતા.

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)