મહારાષ્ટ્રમાંથી ત્રણ શખ્સ ઝડપી – કપરા ત્રાસ બાદ પોલીસની સફળતા.

વલસાડ જિલ્લામાં ઉમરગામના પળગામ સ્થિત માણેક ઈન્ડસ્ટ્રિયલ પાર્ક ખાતે આવેલી VRD ટયબુ કંપનીમાં 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 10 થી 12 અજાણ્યા શખ્સોએ ધાડ પાડવાનો બનાવ બન્યો હતો. આ ટોળકીના કેટલાક સભ્યો લોખંડના ધારીયા, દાતરડા જેવા હથિયારો સાથે કંપનીમાં ઘૂસ્યા હતા.

કંપનીના સિક્યુરિટી ગાર્ડ ગણેશ લખન તથા અંદર હાજર કામદારો પ્રકાશકુમાર ઠક્કર, શીવશંકર જયર્સ્ટ્વાલ અને જગજીવન જયર્સ્ટ્વાલ પર હુમલો કરીને તેમને કાબુમાં લેવામાં આવ્યા. મોબાઇલ ફોન કબજે કરીને તેમના હાથ-પગ બાંધીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.

પછી ટોળકીએ કંપનીમાંથી કોપરની પાઇપો અને અન્ય સામાન કબજે કરીને રક નંબર MH-04-JU-2691માં ભરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ફરિયાદીના ભાઈ કહતેન્ર શાહ સ્થળે આવી જતા હુમલાખોરો ભાગી છૂટ્યા હતા.

આ બનાવની ફરિયાદ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાતા, જિલ્લા પોલીસ વડા યશવંતસિંહ જાડેજા (IPS) તથા મેઇન સરકીલ નવભાગ IGP પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ LCB વલસાડ, ઉમરગામ પોલીસ તથા ટેકનિકલ એનાલિસિસ ટીમે તપાસ હાથ ધરી હતી.

સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસ પરથી આરોપીઓની ઓળખ થતા ત્રણ શખ્સોને મહારાષ્ટ્ર, મુંબઈમાંથી ઝડપી પાડવામાં આવ્યા.

પકડાયેલા આરોપીઓ છે –

  1. સલીમ ઉર્ફે મજીદ અંસારી (ઉંમર 41) – ધંધો ભંગારનો વેપાર, મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશ, હાલ મુંબઈમાં વસવાટ.

  2. મહોમદ મકીમ શેખ (ઉંમર 33) – ડ્રાઇવર, મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશ.

  3. મહોમદ શરીફ શેખ (ઉંમર 31) – ક્લીનર, મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશ.

આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે મુખ્ય સૂત્રધાર સલીમે આ સમગ્ર ધાડનો પ્લાન બનાવ્યો હતો. તેણે અગાઉ જગ્યા પર રેકી કરી અને વધુ લોકો જોડીને આ ચોરીની યોજના ઘડી હતી.

પોલીસે હાલ આ ત્રણ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં સોંપ્યા છે. બાકીના ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

આ આરોપીઓ પર અગાઉ પણ મહારાષ્ટ્રના થાણે, કાલવા, શિવાજીનગર, બાયકુલા, શીલ ડાયઘર સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ગુનાની એન્ટ્રી હોવાનું બહાર આવ્યું છે.

આ સફળતા માટે એલ.સી.બી. વલસાડના PI ઉત્સવ બારોટ, PI એસ.ડી. ચૌધરી, PSI જે.બી. ધનેશા તથા ટીમના અનેક પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.