મહાશિવરાત્રિ પર ₹25 બિલ્વપૂજા સેવાના 3.56 લાખ ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ!!

મહાશિવરાત્રિ પર ₹25 બિલ્વપૂજા સેવાના মাধ্যমে 3.56 લાખ ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ

🕉️ મહાશિવરાત્રિ પર્વ પર સોમનાથ મહાદેવની પૂજાનો લાભ દરેક ભક્તને મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ₹25માં બિલ્વપૂજા સેવા શરૂ કરવામાં આવી.
🙏 આ પહેલને અદ્વિતીય સફળતા મળી છે, જેમાં 3.56 લાખથી વધુ ભક્તોએ એક સાથે એક જ પૂજામાં ભાગ લીધો, જે અનોખો રેકોર્ડ છે.
🌍 દેશભરના તમામ રાજ્યોમાંથી ભક્તોએ વિશેષ બિલ્વપૂજાને ઉલ્લેખનીય પ્રતિસાદ આપ્યો.
🎁 આ પવિત્ર સેવાના ભાગ રૂપે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને બિલ્વપત્ર ભક્તોના ઘરોમાં મોકલવામાં આવી રહ્યા છે.
📦 આ પ્રસાદ વિતરણ માટે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે, જેથી 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસ મારફતે આ પ્રસાદ દેશભરના ભક્તો સુધી પહોંચાડવામાં આવે.
💌 આ કાર્ય માટે દરરોજ 100થી વધુ યુવાઓ આ સેવાકાર્યમાં જોડાઈને એન્વેલપ તૈયાર કરી રહ્યા છે, જેનાથી રોજગારના નવા અવસર પણ સર્જાઈ રહ્યા છે.

📝અહેવાલ : દિપક જોશી, ગીર (સોમનાથ)